Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પીઠડીયા ટોલનાકે પાણીની બોટલ વેંચવા પ્રશ્ને ઝઘડોઃ પપ્પુની ધોલાઇ

અજાણ્યા શખ્સે પાઇપથી ફટકારતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧: જેતપુર નજીક પીઠડીયા ટોલનાકા પાસે રહેતાં અને ટોલનાકે જ પાણીની બોટલ વેંચતા મુળ એમપીના પપ્પુ ઘાવરીભાઇ કોલી (ઉ.૪૦)ને આ ટોલનાકે જ પાણી વેંચતા અજાણ્યા શખ્સે ઝઘડો કરી પાઇપથી બેફામ માર મારતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પપ્પુના કહેવા મુજબ પોતે લાંબા સમયથી ટોલનાકે ઉભા રહેતાં વાહન ચાલકોને પાણી વેંચી ગુજરાન ચલાવે છે. અજાણ્યા શખ્સે પણ પાણી વેંચવા આવી અહિ તારે નથી આવવાનું તેમ કહી ઝઘડો કરી પાઇપથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(11:52 am IST)