Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આજથી વેકસીનનો ત્રીજો તબક્કો : સિનીયર સિટીઝનોને આપવાનું શરૂ : જાણો વ્યવસ્થા

૪૫ થી ૬૦ વર્ષ સુધીના વ્યકિત પણ રસી મૂકાવી શકશે પરંતુ કાયમી બિમારી હોય તો જ : શહેરની ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૨૫૦માં અને સરકારી હોસ્પિટલોમાં રજીસ્ટ્રેશન કરાવી વિનામૂલ્યે 'રસી' લઇ શકાશે : સમગ્ર વ્યવસ્થાની વિગતો જાહેર કરતા નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ : સ્થળ અને દિવસ લાભાર્થી નક્કી કરી શકશે

રાજકોટ તા. ૧ : આજથી કોરોના સામે રક્ષણ આપતી વેકસીન મુકાવાનો ત્રીજો તબક્કો શરૂ થયો છે ત્યારે આ તબક્કામાં કોણ કોણ રસીકરણ કરાવી શકશે ? રસીકરણ માટે શું કરવું ? કયાં - કયાં સ્થળે રસીકરણ થઇ રહ્યું છે તેની વિસ્તૃત માહિતી મ.ન.પા.ના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કરી છે જે આ મુજબ છે.

ત્રીજા ફેઝમાં કોને વેકસીન આપવામા આવશે ?

.   ૧ લી જાન્યુઆરી ૨૦૨૨ ની સ્થિતીએ ૬૦ વર્ષ થી વધારે ઉંમર હોય એટલેકે ૧લી જાન્યુઆરી ૧૯૬૨ પહેલા જન્મેલા લોકો

.   ૧ લી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ જેમની ઉંમર ૪૫ વર્ષથી ૬૦ વર્ષ થતી હોય અને સાથે દર્શાવેલી યાદી મુજબના ૨૦ રોગ પૈકી કોઇ એક રોગ હોય તો એટલેકે ૧-૧-૬૨ થી ૩૧-૧૨-૭૬ સુધી મા જન્મેલા.

.   અગાઉ નક્કી થયેલ તે મુજબ ના તમામ હેલ્થ કેર વર્કર તથ ફ્રન્ટ લાઇન વર્કર (જેમનો પ્રથમ તથા બીજો ડોઝ લેવાના થતા હોય તે તમામ)

આ વેકસીન આપવા માટેના સ્થળો કયા કયા ?

.   વેકસીન આપવા માટેના સ્થળો બે પ્રકારના હશે . જેની યાદી નક્કી કરેલ શેસન અનુસાર બહાર પાડવામાં આવશે.

.   પબ્લીક હેલ્થ એટલેકે રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલો તથા શહેરી આરોગ્ય કેન્દ્રો

.   પ્રાઇવેટ હેલ્થ એટલેકે પ્રાઇવેટ હોસ્પિટલો છે કે જેમા PMJY (આયુષ્યમાન) CGHC હોસ્પિટલો કે જેમા વેકસીન કોલ્ડ ચેઇનની વ્યવસ્થા, ત્રણ રૂમ ની વ્યવસ્થા અને જરૂરી સ્ટાફની વ્યવસ્થા હોય તેવી હોસ્પિટલો

વેકસીનનો ચાર્જ

૧. પબ્લીક હેલ્થ એટલેકે રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલો તથા શહેરી આરોગ્ય કેન્દ્રો માં વિના મૂલ્યે.

૨. પ્રાઇવેટ હેલ્થ એટલેકે પ્રાઇવેટ હોસ્પિટલોમાં વધારે માં વધારે ૨૫૦/- (જેમા રૂ. ૧૦૦ ઇન્જેકશન ચાર્જ + રૂ.૧૫૦ વેકસીન) ના લઇ શકશે.

ઓન લાઇન રજીસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ કઇ રીતે ?

.   કોવીન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા મોબાઇલથી કોવીન પોર્ટલ માં રજીસ્ટર કરવુ.

.   OTP દ્વારા વરીફીકેશન

.   ઓન લાઇન રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ કોવીન માં એકાઉન્ટ બનશે.

.   મોબાઇલ ના એક નંબરથી વધારે માં વધારે કોવીનમા ચાર એકાઉન્ટ રજીસ્ટર થઇ શકશે.

.   આ એકાઉન્ટમાં લાભાર્થી પોતાની માહિતી ભરી શકશે/ ફેરફાર કરી શકશે. અને વેકસીન માટેની એપોઇન્ટમેન્ટ નક્કી કરી શકશે.

.   એકવાર વેકસીન થઇ ગયા બાદ લાભાર્થીના એકાઉન્ટનો રેકર્ડ બ્લોક થઇ જશે.

.   ત્યારબાદ લાભાર્થીએ નીચે દર્શાવેલ ફોટો આઇ.ડી. માંથી આઇ.ડી. કાર્ડ સીલેકટ કરી ટાઇપ ઓફ આઇ.ડી. અને આઇ.ડી. કાર્ડ નંબર નીચે દર્શાવેલ વિગતો ભરવાની રહેશે.

આઇ.ડી. કાર્ડ ટાઇપનું લીસ્ટ

આઇ.ડી. કાર્ડ નંબર : આઇ.ડી. કાર્ડ માં દર્શાવેલ મુજબ.

નામ : આઇ.ડી. કાર્ડમાં દર્શાવેલ મુજબ.

જન્મનુ સ્થળ : આઇ.ડી. કાર્ડ માં દર્શાવેલ મુજબ.

જાતિ : સ્ત્રી/ પૂરૂષ/ અન્ય

આઇડેન્ટી કાર્ડની યાદી

૧. આધાર કાર્ડ

૨. ચુંટણીકાર્ડ

૩. પાસપોર્ટ

૪. ડ્રાઇવીંગ લાયસન્સ

૫. પાનકાર્ડ

૬. NPR સ્માર્ટ કાર્ડ

૭. ફોટા સાથે પેન્શન ડોકયુમેન્ટ

.   ઉપરોકત રજીસ્ટ્રેશનમાં જો ઉંમર ૪૫ થી ૫૯ વર્ષ હોય તો રજીસ્ટર મેડીકલ પ્રેકટીશનરનું દર્શાવેલ ૨૦ રોગ પૈકી કોઇ રોગ હોવાનુ મેડીકલ સર્ટીફીકેટ જોડવુ ફરજીયાત છે.

.   ઉપરોકત તમામ વિગતો એકાઉન્ટ માં રજીસ્ટર કર્યા બાદ રજીસ્ટ્રેશન થશે. અને લાભાર્થી રજીસ્ટર થઇ ગયાની પહોચ રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર માં થશે.

.   લાભાર્થી ને વેકસીન માટે વેકસીનનુ સ્થળ તથા તારીખની પસંદગી મળશે. તે નક્કી કરેલ શેસન સાઇટ પર કોઇ પણ સ્થળ સીલેકટ કરી શકશે.

.   આ સાથે વેકસીનના બીજા ડોઝ નુ પ્રથમ ડોઝના ૨૯ મા દિવસથી રજીસ્ટર થઇ શકે છે.

.   કોઇપણ તારીખની વેકસીન માટેની એપોઇન્ટમેન્ટ તે તારીખ ના આગલા દિવસના ૨ (બે) વાગ્યા પછી સીલેકશન બંધ થઇ જશે.

.   જો લાભાર્થી રજીસ્ટ્રેશનમા પ્રથમ ડોઝની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરશે તો બીજા ડોઝની એપોઇન્ટમેન્ટ પણ કેન્સલ થઇ જશે.

વેકસીનેશન વખતે શુ સાથે રાખવુ ?

.   આધાર કાર્ડ

.   ફોટો આઇ.ડી. જે રજીસ્ટ્રેશન માં હોય તે જ

.   મોબાઇલ ફોન જે નંબરથી રજીસ્ટ્રેશન થયુ હોય તે જ

.   હેલ્થ કેર વર્કર (HCW) તથા ફ્રન્ટ લાઈન વર્કર ( FLW) ને ૧લી માર્ચથી કોવિન-૨ દ્વારા વેકિસનેશન

.   ૧લી માર્ચથી કોવિન-૨ દ્વારાઓન સાઈટ એટલેકે વેકિસનેશન સ્થળપર જ પ્રથમ અને બીજા ડોઝ માટે રજિસ્ટ્રેશન થઈ વેકિસન લઇ શકશે.  ૧લી તારીખ થી નવા લાભાર્થી નું પણ સ્થળ પર રજીસ્ટ્રેશન વેરીફિકેશન કોવિન-૨ માં થઇ શકશે.

.   કોવિન-૨થી હેલ્થકેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કર કે જેઓએ રજીસ્ટ્રેશન દ્વારા ૧લો ડોઝ લીધો હોય અને બીજો ડોઝ બાકી હોય તો પણ કોવિન-૨ દ્વારા ઓટોમેટિક લાભાર્થી ને એલોટમેન્ટ થઇ શકશે.

.   જે હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કર રજીસ્ટર થઇ ગયેલ છે પણ પ્રથમ તથા બીજો ડોઝ નથી લીધેલ તે તમામ સ્થળ પર ડોકયુમેન્ટ વેરિફિકેશન થઇ એલોટમેન્ટ થઇ શકશે.

.   ઓન સાઈટ હેલ્થકેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર કે જેઓ નક્કી કરેલ ધોરણો મુજબ ની લાયકાત ધરાવે છે. અને ડોકયુમેન્ટ રજુ કરી સ્થળ પર વેરેફિકેશન માટે રજિસ્ટર થઇ શકશે અને એલોટ થઇ શકશે.

વેકસીન લીધેલ નથી તેવા ફ્રન્ટલાઇન વોરિયર્સે શું કરવું

૧. લાભાર્થીનું નામ (આઈ.ડી. મુજબનું)

૨. મોબાઈલ નંબર

૩. લાભાર્થીનો પ્રકાર : HCW/ FLW

૪. સબ કેટેગીરી

૫. ફોટો આઈડી ટાઈપ

૬. ફોટો આઇ ડી નંબર

.   ઉપરોકત વિગતો રજીસ્ટર થયા બાદ લાભાર્થી સ્થળ પર જરૂરી વેરિફિકેશન કરાવી વેકિસન લઈ શકશે.

.   હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર કે જેઓ કોવિન માં રજીસ્ટર નથી થયા અને એક ડોઝ વેકિસન નો લીધેલ છે (બેકલોગ)

.   આવા લાભાર્થીઓએ ઉપર ૧ માં દર્શાવ્યા મુજબ કોવિન-૨માં રજીસ્ટ્રેશન કરવામાં આવશે

૧. ૧લા વેકસીનેશન ડોઝની તારીખ

૨. વેકસીનેશનનો પ્રકાર

૩. વેકસીનેશન સેન્ટરની વિગત

લાભાર્થી રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ લાભાર્થી સ્થળ વેરિફિકેશન બાદ બીજો ડોઝ લઈ શકશે.

(4:31 pm IST)