Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પીપાવાવ પોર્ટ ગોડાઉનમાં શટર રોલ માથે પડતાં ઉનાના યુવાનનું મોત

વેલ્‍ડીંગ કામ કરતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧: રાજુલાના પીપાવાવ પોર્ટ ખાતે ગોડાઉનમાં વેલ્‍ડીંગ કામની મજૂરી કરવા ગયેલા ઉનાના યુવાન પર શટર રોલ માથે પડતાં ગંભીર ઇજા થતાં અલગ અલગ સ્‍થળે સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ આજે સવારે તેણે દમ તોડી દીધો હતો.

ઉના રહેતો વિજયભાઇ બાલુભાઇ પરમાર (ઉ.વ.૪૨) નામનો યુવાન ૨૯મીએ  પીપાવાવ પોર્ટ ખાતે ગોડાઉનમાં વેલ્‍ડીંગ કામની મજૂરી કરવા ગયો હોઇ ત્‍યાં લોખંડનું શટર કાઢતી વખતે આખો શટર રોલ માથે પડતાં ઇજા થતાં પીપાવાવ પોર્ટ હોસ્‍પિટલમાં સારવાર અપાવી ઉના, રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને છેલ્લે સિવિલમાં ખસેડાયેલ. અહિ આજે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પીપાવાવ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને બે સંતાન છે. બનાવથી સ્‍વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(11:46 am IST)