Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પતિથી ત્રાસેલા ધરમનગરના સોનલબેન ભીલ ઝેર પી મહિલા પોલીસ મથકે પહોંચ્‍યા

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામ ધરમનગરમાં રહેતાં ભીલ મહિલા પતિની હેરાનગતિથી કંટાળી જઇ ઝેરી દવા પી મહિલા પોલીસ મથકમાં પહોંચતા તેને તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

ધરમનગર ક્‍વાર્ટરમાં રહેતાં સોનલબેન મહેન્‍દ્રભાઇ લુણીયાતર (ઉ.૪૧) નામના ભીલ મહિલા ઝેરી દવા પી મહિલા પોલીસ સ્‍ટેશને પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. સોનલબેનને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પતિ સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. સોનલબેનના કહેવા મુજબ પતિ રોજબરોજ નાની-નાની વાતે ઝઘડા કરી હેરાન કરતાં હોઇ પોતે કંટાળી જતાં આ પગલું ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(3:03 pm IST)