Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઓહોહોહો... ૯ મહિનાથી રૂડાની બોર્ડ બેઠક મળી નથી

જિલ્લા પંચાયત પ્રમુખ વિરાણીની વેદના

રાજકોટ તા. ૧ :.. જિલ્લા પંચાયત  પ્રમુખ શ્રી નિલેષ વિરાણીએ ૯ મહિનાથી રૂડાની બોર્ડ બેઠક ન મળ્યાની વેદના વ્યકત કરી છે.

શ્રી નિલેષ વિરાણીએ જણાવેલ કે રૂડાની બેઠક નિયમિત રીતે મળે તો વિકાસ કામોની ચર્ચા અને ઠરાવ થઇ શકે. જિલ્લા પંચાયત પ્રમુખ હોદાની રૂએ રૂડાના બોર્ડમાં સભ્ય છે. છેલ્લા ૯ મહિના જેટલા સમયથી કોઇપણ દેખીતા કારણ વિના રૂડાની બોર્ડ બેઠક મળી નથી. આ અંગે ચૂંટણી પહેલા પણ રૂડાના ચેરમેનનો હવાલો સંભાળતા કલેકટર અને સી. ઇ. ઓ. ને રજુઆત કરી બોર્ડ બેઠક દર મહિને બોલાવવા માટે માંગણી કરી હતી. ફરી તે માંગણી દોહરાવવામાં આવે છે. દરમિયાન રૂડાના સૂત્રોએ જણાવેલ કે વિધાનસભાની ચૂંટણીલક્ષી કામગીરીને કારણે રૂડાની બોર્ડ બેઠક કેટલાક મહિનાઓથી બોલાવી શકાયેલ નહિ. હવે સંભવત જાન્યુઆરી મહિનામાં જ બોર્ડ બેઠક બોલાવવામાં આવશે. બોર્ડ બેઠક બોલાવવાના સમયગાળા બાબતે કોઇ નિયમ નથી. (પ-ર૬)

(4:05 pm IST)