Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧-૧૧-ર૦ર૦ રવિવાર
નિજ આસો વદ-એકમ
વ્યતિપાત ર૯-૧૮ સુધી,
ઇષ્ટ, વ્રજ મૂશળ યોગ, સૂર્યોદયથી ર૦-પ૭,
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પર
સૂર્યાસ્ત-૬-૦૮
જૈન નવકારશી-૭-૪૦
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
ર૭-૪૧ થી વૃષભ-(બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૮થી ૧ર-પ૩ સુધી, ૮-૧૭થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૦ સુધી, ૧૩-પપ થી શુભ-૧પ-૧૯ સુધી, ૧૮-૦૮થી શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી,
શુભ હોરા
૭-૪૯થી ૧૦-૩૮ સુધી, ૧૧-૩૪ થી ૧ર-૩૦ સુધી, ૧૪-ર૩ થી ૧૭-૧ર સુધી, ૧૮-૦૮થી ૧૯-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
કદાપી કોઇનો ભરોસો ન તોડવો કારણ કે ભરોસો એ બહુ મોટી વાત છે. જીવનમાં કયારેક એવો સમય ચાલતો હોય છે કે મગજ બલેન્ક થઇ જાય છે. વિચારવાની શકિત ખલાસ થઇ ગઇ હોય તેવું લાગે છે. હોંશિયાર અને ભલો માણસ પણ કોઇ ભુલ કરી બેસે છે અથવા તો કોઇ આશરો શોધે છે કોઇની સલાહ લેવા જાય છે અને આવા સમયે જયોતિષો તાંત્રીકો-ભુવા નંગ વીટી વગેરે તરફ જાય છે અને પછી વધુ તકલીફો અને નાણાકીય મુશ્કેલીઓ વધે છે. આવા સમયે ઇશ્વરનું નામ લેવું સૂર્ય નમસ્કાર કરવા અને ઇશ્વરને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મને કોઇ રસ્તો બતાવ સારી વ્યકિત કહે કે મને માર્ગદર્શન આપે મને સારો રસ્તો બતાવે -થોડી ધીરજ કેળવો ખોટા ખર્ચ ન કરવા કર્જ ન કરવું-હિંમત ન હારવી હનુમાનજીના દર્શન કરવા-સારો સમય જરૂર આવશેજ.