Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા.૨૭-૯-ર૦રર મંગળવાર
આસો સુદ - ૨
ચંદ્ર દર્શન રાજયોગ સૂર્યોદયથી ૩૦-૧૪
સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ

આજના ગ્રહો
સૂર્ય - કન્યા
ચંદ્ર - કન્યા
મંગળ - વૃષભ
બુધ - કન્યા
ગુરૂ - મીન
શુક્ર - કન્યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્ચ્યુન - કુંભ
પ્લુટો - મકર
સૂર્યોદય ૬:૩૮ - સૂર્યાસ્ત ૬-૪૮
જૈન નવકારશી ૭-૨૬
ચંદ્ર રાશી - કન્યા (પ.ઠ.ણ.)
૧૮-૧૭ થી તુલા (ર.ત.)
નક્ષત્ર : ચિત્રા
રાહુ કાળ : ૧૫-૩૮ થી ૧૭-૦૭
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૪ થી ૧૩-૦૨ સુધી, ૯-૩૮થી ચલ - લાભ - અમૃત ૧૪-૦૮ સુધી, ૧૫-૩૮ થી શુભ ૧૭-૦૭ સુધી, ૨૦-૦૭થી લાભ ૨૧-૩૮ સુધી, ૨૩-૦૮ થી શુભ - અમૃત - ચલ ૨૭-૩૮ સુધી
શુભ હોરા
૮-૩૮ થી ૧૧-૩૮ સુધી,
૧૨-૩૮ થી ૧૩-૩૮ સુધી,
૧૫-૩૮ થી ૧૮-૩૭ સુધી
૧૯-૩૭ થી ૨૦-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સફળતા માટે મહેનતની સાથે સાથે ઈશ્વરની કૃપા પણ મેળવવી જરૂરી છે. માતાજીના ભકતો નવ દિવસના નોરતામાં વ્રત ઉપવાસ કરતા હોય છે. નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે હકીકત છે. નાની બાળાઓના કુંવરકાના આર્શીવાદ લેવા, શકિત પ્રમાણે દાન - પુન કરવું, પરીવારમાં સુખ શાંતિ રહે તેવુ વર્તણુક રાખવુ. પોતાના અંગત સ્વાર્થને બદલે પરીવારનું અને કુટુંબનું પોતાના દેશનું હિત વિચારવુ. પોતાની અંદર રહેલી શકિતઓનો સદ્દઉપયોગ કરવો અને રોજ માતાજીના દિવાબતી કરવા. હંમેશા બીજાને મદદ કરવાની વૃતિ રાખવી. રોજ સવારે સૂર્ય નમસ્કાર કરવા અને ગાયત્રી મંત્ર બોલવો. પક્ષીને ચણ નાખવુ.