Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૭-૯-ર૦ર૧ સોમવાર
શ્રાવણ વદ-૬
વ્રતની પૂનમ -પંચક
રોહિણી
ભદ્રા ૧પ-૪૪ થી ર૯-૦ર
વ્યતિપાત ૧૬-પ૧ થી
અમૃત સિધ્ધિ યોગ
૧૭-૪ર થી સૂર્યોદય
સૂર્યોદય ૬-૩૮ થી સૂર્યાસ્ત ૬-૪૮
જૈન નવકારશી ૭-ર૬
ચંદ્ર રાશિ વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર - રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૮ થી અમૃત ૮-૦૮ સુધી
૯-૩૮ થી શુભ ૧૧-૦૮ સુધી
૧૪-૦૮ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૦૭ સુધી ર૩-૦૮
થી લાભ ર૪-૩૮ સુધી
શુભ હોરા
૬-૩૮ થી ૭-૩૮ સુધી ૮-૩૮ થી
૯-૩૮ સુધી ૧૧-૩૮ થી ૧૪-૩૭ સુધી ૧પ-૩૭ થી ૧૬-૩૭ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્યકિતઓને નોકરીમાં ખૂબ જ લાભ હોય છે તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે તો નાણાકીય મુશ્કેલીઓનો સામનો રહે છે કર્જ થઇ જાય છે. અને પછી નોકરી મુકવાનો અફસોસ કરે છે તો કોઇને ગ્રહો એવા હોય છે કે નોકરી કર્તા ધંધામાં ખુબ જ લાભ રહે છે. અહી આ બાબતના નિર્ણયો ખુબ જ સમજીને લેવાની સલાહ છે. જન્મ કુંડલીમાં ધન સ્થાન અને ભાગ્ય સ્થાનને ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. તેની સાથે દશમુ સ્થાન પણ ખુબ જ જરૂરી છે તેવી જ રીતે લાભ સ્થાનને પણ ધ્યાનમાં લેવાની જરૂર રહે છે. શું કરવાથી લાભ રહેશે કંઇ મહાદશા ચાલે છે. કંઇ લાઇનમાં અંગત રૂચી છે. આ બધુ ધ્યાનમાં લેવું રોજ સૂર્ય નમસ્કાર કરવા.