Gujarati News

Gujarati News

બુધવારનું પંચાંગ
તા.ર૭-૧-ર૦ર૧ બુધવાર
પોષ સુદ-૧૪
અમૃત સિધ્ધિ યોગ,
રવિયોગ ર૭-૪૯ સુધી
મકર રાશીમાં પ્રવેશ રાજયોગ
સૂર્યોદય-૬-ર૯,
સૂર્યાસ્ત-૬-૩૦
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ-મિથુન (કછધ)
ર૧-૪ર થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનઃવેષુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૯થી લાભ-અમૃત-૧૦-૧૪ સુધી,
૧૧-૩૪થી શુભ-૧ર-પ૯ સુધી,
૧પ-૪પ થી ચલ-લાભ-૧૮-૩૦
સુધી, ર૦-૦૧ થી લાભ-અમૃત-
ચલ - ર૪-પ૯ સુધી
શુભ હોરા
૭-ર૯થી ૯-૧૯ સુધી, ૧૦-૧૪થી ૧૧-૦૯ સુધી, ૧ર-પ૯ થી ૧પ-૪પ સુધી ૧૬-૪૦ થી ૧૭-૩પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જયારે ગ્રહોની સ્થિતિ સારી હોય ત્યારે આવી વ્યકિતઓએ વધુ મહેનત કરવી જોઇએ કોઇ સારી તક મળે જો ઝડપી લેવી જોઇએ જે વ્યકિત આળસ નથી રાખતી અને ચીવટ પૂર્વક પોતાના કાર્યને વળગી રહે છે તેમને જરૂરથી સફળતા મળે છે જન્મના ગ્રહોમાં જો શનિ બળવાન હોય તો આવી વ્યકિત ખુબ જ મહેનતુ હોય છે. જો શનિની મહાદશા ચાલતી હોય અને શનિ જન્મનો ત્રીજા સ્થાનમાં કે લાભ સ્થાનમાં હોયતો ન ધારેલી સફળતા તરફ લઇ જાય છે. લોખંડ-મશીનરી જેવી લાઇનમાં વિશેષ અનુકુળતાઓ જોવા મળે છે. રોજ હનુમાનજીના દર્શન કરવા અને પક્ષીને ચણ નાખવું.