Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.રપ-૧૧-ર૦ર૦ બુધવાર
કારતક સુદ-૧૧,
પ્રબોધિની એકાદશી , ચાતુર્માસ પૂર્ણ-પંચક, દેવઉઠી એકાદશી, ભીષ્મ પંચક વ્રત પ્રારંભ,
ભદ્રા-૧પ-પ૭થી ર૯-૧૧ સુધી, રવિયોગ-૧૮-ર૧ સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૬,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૪
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
દિવસ-૧પ-પ૬ સુધી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૭થી લાભ-અમૃત-૯-પ૧ સુધી, ૧૧-૧ર થી શુભ-૧ર-૩૪ સુધી, ૧પ-૧૭થી ચલ-લાભ-૧૮-૦૧ સુધી, ૧૯-૩૯થી શુભ-અમૃત-ચલ-ર૪-૩૪ સુધી,
શુભ હોરા
૭-૦૭થી ૯-પ૬ સુધી,
૯-પ૧ થી ૧૦-૪પ સુધી,
૧ર-૩૪ થી ૧પ-૧૭ સુધી,
૧૬-૧રથી ૧૭-૦૬ સુધી,
બ્રહ્માંડના સીતારા
આજે વર્ષની પ્રથમ એકાદશી છે અને ભીષ્મ પંચક વ્રતનો આરંભ થાય છે. દરેક શુભ કાર્યમાં સફળતા મલે-ઘણી વખત એવું જોવામાં આવે છે કે હલકા લોકો મતલબ કે બીજાનું લઇને જીવતા લોકો સુખી હોય છે અને ઇમાનદાર લોકોને તકલીફો ભોગવતા જોવાય છે ત્યારે ઘણા લોકો મને પૂછતા હોય છે કે આમ કેમ ? શું નસીબને દોષ દેતા હોય છે તો એવું ન વિચારવું કારણ કે દરેક ધર્મના સ્થાપકો અને ભગવાનને પણ જીવનમાં કષ્ટ ભોગવવું પડેલ જેમ કે ભગવાન-શ્રી કૃષ્ણ-શ્રીરામ ભગવાન, મહાવીરને પણ લોકોએ હેરાન કરેલ- સાચા સાધુ સંતોને પણ કસોટીઆવેલી-પરેશાન થતાં લોકો લાગણીઓથી ઘેરાયેલા હોય છે અને તેમની અંદર ઇશ્વરનો વાસ હોય છે. તકલીફો ભોગવીને બીજાને મદદ કરે છે.