Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. રર ઓગષ્ટ-ર૦ર૧ રવિવાર
શ્રાવણ સુદ-૧પ
રક્ષાબંધન -બળેવ
હયગ્રીવ જયંતિ -
અમરનાથ યાત્રા પૂર્ણ
નાળિયેરી પૂનમ-
કોકિલા વ્રત પૂર્ણ
શ્રાવણી પૂનમ -અન્વાધાન
પંચક પ્રારંભ ૭-પ૮ થી
શરદ ઋતુ પ્રારંભ-
રાજયોગ ૧૭-૩૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મકર
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-ર૭,
સૂર્યાસ્ત-૭-૧પ,
જૈન નવકારશી- ૭-૧૩
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
૭-પ૮ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર- ધનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૪થી અભિજીત- ૧૩-૧પ સુધી
૮-૦૩ થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૦ સુધી ૧૪-રપ થી શુભ-૧૬-૦૦ સુધી
૧૯-૧૧ થી શુભ-અમૃત-ચલ
ર૩-રપ સુધી
શુભ હોરા
૭-૩૧ થી ૧૦-૪ર સુધી, ૧૧-૪૬ થી ૧ર-પ૦ સુધી, ૧૪-પ૭ થી ૧૮-૦૮ સુધી, ૧૯-૧૧ થી ર૦-૦૮ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આજે બહેનો ભાઇને ત્યાં જઇને તેમની રક્ષા માટે રાખડી બાધે છે. વિશ્વનો આ પવિત્ર તહેવાર છે ભાઇઓ બહેનને પોતાની શકિત પ્રમાણે કોઇ ગીફટ કે રોકડ રકમ આપે છે. રક્ષા બંધન એટલે ભાઇ-બહેન વચ્ચેના પ્રેમના પવિત્ર બંધનનો તહેવાર છે. બાળપણ મા સાથે રહેલ અને સાથે ભણતા હોય છે. તે બધી યાદો તાજી થાય છે. અતુટ બંધનનો વિશ્વાસ છે. જન્મ કુંડલીમા જો ગુરૂ બળવાન હોય તો આવી વ્યકિતના જીવનમાં ખુબ જ ઉત્સાહ રહે છે. તેની સાથે સૂર્ય હોય તો કોઇ ન ધારેલી સત્તા મેળવે છે. એજયુકેશન લાઇનમાં સફળતા મેળવે છે. ભાઇ-બહેનો સાથે સારો લગાવ રહે છે. ઉદારતા કેળવવી.