Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૯-૧૦-ર૦ર૦ સોમવાર
નિજ આસો સુદ-૩, ચંદ્ર દર્શન, વિંછુડો , ભદ્રા-ર૪-૪૦થી, રવિયોગ-ર૭-પ૩ સુધી,
સૂર્યોદય-૬-૪૬,સૂર્યાસ્ત-૬-૧૭
જૈન નવકારશી-૭-૩૪
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૯થી અભિજીત ૧ર-પપ સુધી, ૬-૪૬થી અમૃત-૮-૧ર સુધી, ૯-૩૯થી શુભ-૧૧-૦પ સુધી, ૧૩-પ૮થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-પ૧ સુધી, રર-પ૮થી લાભ-ર૪-૩ર સુધી
શુભ હોરા
૬-૪૬થી ૭-૪૪ સુધી, ૮-૪૧થી ૯-૩૯ સુધી, ૧૧-૩૪ થી ૧૪-ર૭ સુધી, ૧પ-ર૪થી ૧૬-રર સુધી,
બ્રહ્માંડના સિતારા
સફળતાને પચાવવી પણ ખૂબજ જરૂરી છે. મંગલ કામના કરવી જોઇએ. વ્યકિતની મનમાં કેવો ભાવ છુપાવેલો છે તે પણ ખૂબજ મહત્વનું રહે છે. સારા કર્મના વિચારો માટે માનસ પૂજા કરવી જોઇએ. બળની સાથે સાથે બુદ્ધિનો ઉપયોગ જરૂરી છે. અથવા એમ પણ કહી શકાય કે બળ કરતા બુદ્ધિનું ખૂબજ મહત્વ રહેલ છે. જન્મકુંડલીમાં શાંતિ અને બુધ કેન્દ્ર સ્થાનમાં હોય અને ચંદ્ર-વૃષભ કે કર્કમાં હોય તો આવી વ્યકિત બુદ્ધિશાળી હોય છે જોકે ચંદ્રનું બળ કરતા શનિનું મહત્વ વધુ હોય છે. જન્મનો ચંદ્ર કોઇ પણ રાશિનો હોય પણ જો શનિ-બુધ-ચંદ્રથી કેન્દ્રમાંહોય તો વ્યકિત પોતાની બુદ્ધિબળથી સફળતા મેળવે છે.