Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૬-જુલાઇ - ર૦ર૧ શુક્રવાર
અષાઢ સુદ-૬
સાતમનો ક્ષય છે
વિવસ્‍વત - સપ્તમી
અઠ્ઠાઇ - પ્રારંભ (જૈન)
સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ
સંક્રાતિ પૂ. કાળ
સૂર્યોદયથી ૧૬-પ૪ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્‍યા
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩,
સૂર્યાસ્‍ત-૭-૩ર
જૈન નવકારશી- ૭-૦૧
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર - હસ્‍ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત ૧૩-ર૦ સુધી
૬-૧૩ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૩ સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૩૩ સુધી, ૧૭-પર થી -ચલ-૧૯-૩ર
શુભ હોરા
૬-૧૩ થી ૯-૩૩ સુધી, ૧૦-૪૦ થી ૧૧-૪૬ સુધી, ૧૩-પ૯ થી ૧૭-૧૯ સુધી, ૧૮-ર૬ થી ૧૯-૩૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ગ્રહોના પરિવર્તનને લઇને દેશ અને વિશ્વમાં અને મનુષ્‍યના જીવનમાં પરિવર્તન આવે છે. સૂર્યનું રાશિ પરિવર્તન ખુબ જ મહત્‍વનું રહે છે. જન્‍મના ગ્રહો અને ગોચરના ગ્રહોની સ્‍થિતિ જોઇને ફળાદેશ કરવું જેમની કુંડલીમા જો સૂર્ય કર્ક રાશિનો હવે તો આવી વ્‍યકિતઓને કોઇ મુશ્‍કેલીઓ હશે તો તે દુર થવાની છે અહીં વાતાવરણમાં ઠંડકનો પ્રભાવ રહેશે. કુદરતી વાતાવરણ ભેજ વાળુ રહેશે આ સમય દરમ્‍યાન વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળે કર્કનો જન્‍મનો સૂર્ય જેમને હશે તેઓને ઇલેકટ્રોનીક લાઇન ટેકનીકલ લાઇન અથવા દરિયાઇ જગ્‍યાએથી લાભ મળી શકે છે. દરરોજ સૂર્ય નમસ્‍કાર કરવા નોકરી ધંધામાં સ્‍થિરતા રાખવા સાહસો કરવાથી દુર રહેવું. જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી.