Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧પ ઓગષ્ટ-ર૦ર૧ રવિવાર
શ્રાવણ સુદ-૭ સાતમ-
સ્વાતંત્ર્ય દિવસ
આદિત્ય પૂજન
વિંછૂડો રર-૪પ થી
વીર પસલી ૭-ર૮ થી
ભદ્રાઇ પરથી ર૦-પ૦
મૃત્યુ યોગ ર૮-ર૬ થી ૩૦-રપ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-તુલા
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-રપ,
સૂર્યાસ્ત-૭-૧૭,
જૈન નવકારશી- ૭-૧૩
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
રર-૪પ થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર- વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-રપ થી ૧૩-૧૭ સુધી
૮-૦ર થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૧ સુધી ૧૪-ર૮ થી શુભ-૧૬-૦૯ સુધી
૧૯-૧૭ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૮ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ૧૦-૪૩ સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૧ સુધી, ૧૪-પ૯ થી ૧૮-૧૩ સુધી, ૧૯-૧૭ થી ર૦-૧૩ સુધી
બ્રહ્માંડના સીતારા
શ્રાવણ મહિનાના પ્રથમ પંદર દિવસમાં એક દિવસ ખાસ કરીને રવિવારનું વધારે મહત્વ રહેલ છે. આ દિવસે ભાઇ-બહેનને પોતાને ત્યાં જમવા બોલાવે અને પોતાની શકિત પ્રમાણે બેનને કોઇ ગીફટ આપે છે. આ તહેવારને વીર પસલી કહેવાય છે. હવેના સમયમાં આ તહેવારો ઘણા લોકો ભુલતા જાય છે. બહેનોને આવા તહેવારો ને લઇને ભાઇઓ મદદ કરતા હોય છે. જન્મના ગ્રહોમાં જો ગુરૂની દ્રષ્ટિ ત્રીજા સ્થાન ઉપર હોય તો ભાઇ-બહેનો સાથે સારો સુમેળ રહે છે તેની સાથે સાથે ભાઇના જીવનસાથી કેટલા લાગણીઓ વાળા છે. અને કેટલા વહેવારૂ સમજદાર છે. તે પણ ખૂબ જ મહત્વની રહેલ છે. બહેન - દીકરાઓના આર્શિવાદ લેવા.