Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૪-૮-ર૦રર રવિવાર
શ્રાવણ વદ-૩
ફુલ કાજળી વ્રત
કાજલી ત્રીજ - પંચક
ભદ્રા-૧૧-૩૯ થી રર-૩૭
રાજયોગ ર૧-પ૬ થી ર૩-૩૭
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-વૃષભ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૪
સૂર્યાસ્‍ત- ૭-૧૮,
જૈન નવકારશી- ૭-૧ર
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
૧૬-૧પ થી મીન (દ.ચ.ઝ.થ)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રપદ
રાહુ કાળ ૧૭-૪૧ થી ૧૯-૧૮
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૬થી ૧૩-૧૭સુધી
૮-૦૧ થી ચલ-લાભ-અમૃત
૧ર-પ૧ સુધી ૧૪-ર૮ થી શુભ
૧૬-૦પ સુધી ૧૯-૧૮ થી
શુભ-અમૃત-ચલ ર૩-ર૮ સુધી
શુભ હોરા
૭-ર૯ થી ૧૦-૪૩ સુધી, ૧૧-૪૭ થી ૧ર-પ૧ સુધી, ૧પ-૦૦ થી ૧૮-૧૪ સુધી, ૧૯-૧૮ થી ર૦-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
દરેક મા-બાપ એવુ ઇચ્‍છતા હોય છે કે મારા સંતાનો ખુબ જ સારૂ ભણે અને સમાજમાં માન પ્રતિષ્‍ઠા મેળવે અને તે માટે પોતે મહેનત કરીને પૈસા ખર્ચે છે. પણ સંતાનો અભ્‍યાસના બહાને બહારગામ ભણવા જાય છે. અને ત્‍યાં ભણવામાં ધ્‍યાન દેવાને બદલે હરવા ફરવામાં અને રોમાન્‍સમાં પડી જાય છે. અને પછી પોતે જ પોતાની જીંદગી બગાડે છે. મા-બાપ એવું વિચારતા હોય છે કે સંતાન બહાર ભણવા ગયેલ છે. અને સારી ડીગ્રી લઇને આવશે અને પરિવારની પ્રતિષ્‍ઠા વધારશે સારી આવક થશે અહીં ગ્રહોની દૃષ્‍ટિએ જન્‍મના શનિ-રાહુની સ્‍થિતિ ખાસ જોવી સંતાનોએ પોતે જ સમજદારી કેળવવી જોઇએ પોતાના વર્તમાન અને ભવિષ્‍યનો વિચાર કરવો.