Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૯-૮-ર૦રર મંગળવાર
શ્રાવણ-સુદ ૧ર
પવિત્રા બારસ
ભૌમ પ્રદોષ
મોહરમ પર્વ -તાજીયા
રાજયોગ ૧ર-૧૮ થી ૧૭-૪૮
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૩
સૂર્યાસ્‍ત- ૭-ર૧
જૈન નવકારશી- ૭-૧૧
ચંદ્ર રાશિ -ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
રાહુકાળ ૧૬-૦૭થી ૧૭-૪૪ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત૧ર-ર૬થી ૧૩-૧૮ સુધી
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩૧ સુધી ૧૬-૦૭ થી શુભ
૧૭-૪૪ સુધી, ર૦-૪૪ થી લાભ રર-૦૭ સુધી ર૩-૩૦ થી શુભ
ર૪-પર સુધી
શુભ હોરા
૮-૩૩ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પર થી ૧૩-પ૭ સુધી ૧૬-૦૭ થી
૧૯-ર૧ સુધી ર૦-૧૭ થી
ર૧-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં સમય કિંમતી છે. સમય અને તક જેઓ ગુમાવે છે તેઓએ ધ્‍યાનમાં રાખવું કે સમય જીવનમાં કદાપી પાછો નથી આવતો અહીં ખાસ વિદ્યાર્થી ભાઇ - બહેનોએ મા-બાપના વિશ્વાસને જાળવી રાખવો તમોને ભણવા મોકલે છે. તો ભણવામાં ધ્‍યાન દે જો. કારણ કે ભણવાનો સમય ફરી પાછો નથી આવવાનો. અભ્‍યાસની સાથે ટેલેન્‍ટ પણ જરૂરી છે. અભ્‍યાસમાં સફળતા કે નિષ્‍ફળતાને મહત્‍વ ન આપવું કદાચ મહેનત કરેલ હોવા છતાં સફળતા નથી મળતી તો કદાપી હતાશ ન થવું જયારે રાહુ - શનિ કે સૂર્યની ચાલ અનુકુળ નથી હોતી ત્‍યારે મહેનત કરેલ હોવા છતાં મનચાહી સફળતા નથી મળતી મા-બાપના આર્શિવાદ રોજ લેવા સૂર્ય નમસ્‍કાર કરવા.