વિવિધ વિભાગ
News of Monday, 28th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંતુષ્ટીનો ભ્રમ

''ફકત વૃદ્ધાવસ્થામાં જ સંતુષ્ટી છે. બીજા બધા જ-સંતુષ્ટીના પ્રકારો કેવળ સાંત્વનાઓ મન દ્વારા ઉત્પન્ન કરાયેલા ભ્રમ છે.''

સતત અસંતુષ્ટીમાં જીવવુ ખૂબજ દુઃખદાયક છે તેથી મન સંતુષ્ટીનો ભ્રમ પેદા કરે છે. આ ભ્રમણાઓ લોકોને ટકાવી રાખે છે જો તમે બધી જ ભ્રમણઓને દુર કરી નાખો તો વ્યકિત પાસે એક પળ પણ વધારે જીવવા માટે કારણ નહી હોય અજાગૃત અવસ્થામાં ભ્રમણાઓ જરૂરી છે કારણ કે ભ્રમણાઓ-દ્વારા જ આપણે જીવનનું કાલ્પનીક અર્થ સમજીએ છીએ આપણે આ કાલ્પનીક અર્થ ઉત્પન્ન કરવા જ પડશે. જયારે આપણો એક કાલ્પનીક અર્થથી થાકી જઇએ છીએ આપણે બીજો અર્થ ઉત્પન્ન કરી લઇએ છીએ જયારે આપણે પૈસાથી થાકી જઇએ છીએ ત્યારે રાજકારણમાં જઇએ છીએ જયારે-રાજકારણથી થાકી જઇએ ત્યારે બીજુ કંઇક શોધીએ છીએ કહેવાતા ધર્મો પણ બીજુ કઇ નહી પરંતુ એક ભ્રમ છે.

સાચા ધર્મને આ કહેવાતા ધર્મ-ખ્રીસ્તી, હીન્દુ, ઇસ્લામ-વગેરે સાથે કઇ લેવા દેવા નથી બધીજ ભ્રમણાઓને તોડવાથી જ સાચો ધર્મ ઉત્પન્ન થાય છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(9:31 am IST)