વિવિધ વિભાગ
News of Saturday, 3rd October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

શુભ કર્મો કરીએ અને સુખી થઇએ

કર્મ ફળનો સિદ્ધાંત શાશ્વત છે દરેક વ્યકિતએ તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. સારાકર્મોનું ફળ ભોગવવું જ પડે છે. સારા કર્મોનું ફળ હંમેશા સારૂ જ હોય છે જયારે ખરાબ કર્મોનું ફળ ખરાબ જ મળે છે.

આપણે જેવું વાવ્યું હોય તેવું જ લણીએ જો આપણે કાંટા જ વાવ્યા હોય તો કાંટા જ વાગશે અને સુંગંધી ફુલ છોડ વાવ્યા હોય તો સુગંધ પ્રાપ્ત થશે. વ્યકિત જયાં જાય ત્યાં તેના કર્મો પ્રારબ્ધ બની ગયા હોય છે તે ભોગવવા જ પડે.

સારા કે ખરાબ કર્મો કરીએ છીએ તેનું સુક્ષ્મ ચિત્રણ આપણી અંતરચેતનામાંં થતુ રહે છે. આપણા કર્મોની સુક્ષ્મ રેખાઓ આપણા અંતરમન પર અંકિત થતી રહે છે. અને કર્મોની સુક્ષ્મ રેખાઓઓને અનુકુળ અવસર મતળા જ સારા કે ખરાબ ફળ સ્વરૂપમાં પ્રગટ થઇ જાય છે.

કોઇએ કહ્યું છે કર્મ લેખ માટે નહી કરે કોઇ લાખ ચતુરાઇ કર્મનું ફળ આજે નહી તો કાલે પણ મળ્યા વગર રહેતુ  જ નથી.

કયારેક આપણને લાગે કે હું હંમેશા સારા કર્મો જ કરૂ છું છતા પણ મારા જીવનમાં દુઃખ કેમ આવ્યૂં ? આ વાત પહેલી નજરે તોસારી લાગે...પણ આપણે સારા કર્મ કર્યા હોય તો એના પરિણામે દુઃખ નથી આવતું.

પરંતુ ભુતકાળમાં એવુ કોઇ ખરાબ કર્મ અવશ્ય થયું હશે જે હવે તક મળતા આપણા જીવનમાં દુઃખના રૂપમાં પ્રગટ થઇ રહ્યું છે.

અત્યારે આપણે સારા કર્મો કરીએ છીએ તે પણ એક દિવસ પરિપકવ થઇને આપણું પ્રારબ્ધ બની જાય છે અને તેને પરિણામે આપણને તેનુ સુખદ ફળ અવશ્ય મળે છે.

આ માનવ જીવનમાં આપણે સત્યના માર્ગે ચાલતા રહીએ અને શુભકર્મો કરતા રહીશું તો આપણે સુખી થઇશું આનંદમાં રહી શકીશું મતલબ કે આપણા કર્મો  જ સુખ દુઃખના રૂપમાં આપણને પાછા મળે છે જે આત્મજ્ઞાની છે તે સમજી વિચારીને કોઇપણ કાર્ય શરૂ કરે છે. જે સહનશીલ છે તે હંમેશા ધર્મનું આચરણ કરે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:42 am IST)