વિવિધ વિભાગ
News of Saturday, 8th February 2020

બરોબર સમજીએ ૨૦૨૦-૨૧નું બજેટ

લગભગ ૭૦ જેટલા ડીડકશન રીબેટ કાઢી નાખવાથી કર દાતાની આવકમાં વધારો થશેઃ ટેક્ષનું ભારણ પર વધશે

કંપનીઓનું ડીવીડન્ડ તથા મ્યુચ્યુઅલ ફંડ ડીવીડન્ડ વચ્ચે આવકમાં ઉમેરાશે અને કરને પાત્ર બનશે

વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી લગભગ ૧૧૫ જેટલા નાના મોટા કાયદા રદબાતલ કર્યા  જેથી કાયદાઓ સરળ બને જયારે નાણામંત્રી સીતારામને ૨૦૨૦-૨૧ના બજેટમાં કરદાતાઓ દ્વારા માંગવામાં આવતા લગભગ ૧૦૦ જેટલા રીબેટ/ ડીડકશનમાંથી એક ઝાટકે ૭૦ રીબેટ/ ડીડકશન કાઢી નાખ્યા જેથી હવે કરદાતાને તેેનો લાભ નહિ મળે. અન્ય વિકસીત દેશો જેવા કે અમેરીકા, યુરોપ જેવા દેશોમાં રીબેટ/ ડીડકશન જેવુ કાંઇ જ નથી. પણ કરમુકત લીમીટ ઉપર જે કાંઇ આવક  થાય તેના સ્લેબ પ્રમાણે ટેકસ ભરી દેવા તેવુ આપણે પણ આવશે.

આ બજેટમાં જાહેરાત કરેલ છે અને ટેકસનાં સ્લેબો પણ પાંચ સ્લેબ આપેલ છે. આમ ધીરે ધીરે વિકસીત દેશોની ટેકસ પધ્ધતી ભારતમાં આવશે. તેમ છતા મુકત એક વર્ષ માટે તેમણે જુની પધ્ધતી એટલે કે  ડીડકશન/ રીબેટ લેવાની પ્રક્રિયાની તક કરદાતા માટે આપવામાં આવેલ છે.

આવકવેરા કલમ ૮૦ રદબાતલ કરતા લગભગ બધી બચત તથા કરરાહત આપનાર કાઢી નાખેલ છે.

સામાન્ય રીતે દરેક કરદાતાઓ જાણતા હોય છે કે કલમ ૮૦/સી હેઠળ રૂ.૧,૫૦,૦૦૦ રોકાણ, ૮૦/બી નીચે મેડીકલ પ્રીમીયમ, ૮૦/જી નીચે ડાનેશન સામાજીક સંસ્થા તથા પોલીટીકલ પાર્ટીને એડીશનલ ડેપ્રીસીએશન  મેમ્બર ઓફ પાર્લમેન્ટના સભ્યો તેમજ વિદ્યાનસભાના સભ્યોને અપાતી સવલતો તે ઉપરાંત  નોકરીયાતના માલીકો તરફથી અપાતી સવલતો પણ આવકમાં ગણાશે. કરદાતાને   તેના સંતાનો માટે ઉચ્ચ શીક્ષણના લોનનું વ્યાજ, નેશનલ પેન્શન સ્કીમ તેમજ હાઉસીંગ લોનનું વ્યાજ અને હાતો બાદ મળતા હોય છે.  નાણામંત્રીએ ઇન્કમટેકક્ષ સેકશન ૮૦ આખુ આ બજેટમાં કાઢી નાખ્યુ છે. જેથી આમ નાના મોટા ૭૦ જેટલા રીબેટ/ ડીડકશન ઉડાડી દીધેલ છે. જે ઘણા કરદાતાઓને ખબર નથી. આમ ઘણા રીબેટ/ ડીડકશન નીકળી જવાથી કરદાતાનો સ્લેબ ઉંચો ચાલ્યો જશે અને ટેકસ વધુ ભરવો પડશે.

આ ઉપરાંત નાણામંત્રીશ્રી એ કંપનીમાંથી તેમજ મ્ચ્યુઅલ ફંડમાંથી આવવુ -આવતુ ડીવીડન્ડ  (D.D.T)  ચુકવીને કરદાતાઓને કરમુકત વ્યાજ તરીકે આપતુ હતુ તે (D.D.T)  ની કલમ ઉડાડી નાખી છે. જેથી  કંપનીમાંથી આવતુ ડીવીડન્ડ સંપૂર્ણ આવકમાં ઉમેરાશે. જયારે મ્યુચ્યુઅલ ફંડનું વ્યાજ રૂ.૫૦૦૦ સુધી કરમુકત  થઇ બાકીના વ્યાજમાંથી (TDS) કાપી મ્યુચ્યુઅલ ફંડના ધારકોને ચુકવવામાં આવશે. આ તબકકે એવી પણ ધારણા છે કે મ્યુચ્યુઅલ ફંડ જેમ કંપનીના ડીવીડન્ડમાં પણ TDS   કાપશે. (આમ કરવાથી મુજબ ફોર્મ નં.૨૬, એ.એસમાં કલમ ૧૯૪ મુજબ કયાં શ્રોતમાંથી આવક થઇ અને મળી કેેટલો TDS કપાયો છે તેની વિગત સંપૂર્ણ આવકવેેરા અધિકારીને મળી શકાશે. જેથી કોઇપણ વ્યકિત પોતાની આવક છુપાવી શકશે નહિ.)

આ બજેટ નરેન્દ્રભાઇ મોદી સરકારને સૌથી અઘરૂ આકર્ષક ગર્ભીત બજેટ છે. જેનો લાભ અત્યંત સામાન્ય માણસ, ઓછી આવકવાળો  કે સામાન્ય આવકવાળા વ્યકિતઓને ફાયદો થશે. તેઓની પાસે રોકાણ કરવાના પૈસા જ નથી.તેથી રોકાણ કરી શકતા જ ન હોતા. જયારે અપર મીડલકલાસ અને અત્યંત પૈસાદાર માણસોને આ બજેેટથી ટેક્ષનું ભારણ વધશે. કારણ કે તેઓ ખુબ જ રોકાણ કરી ખર્ચ કરીને મોટી રકમ આવકમાંથી બાદ લઇ ટેક્ષ   બચત કરતા હતા. કરદાતાઓને એક સાથે ઝાટકો ન લાગે તે માટે વધુ એક વર્ષ માટે ૨૦૨૦-૨૧માં જુની પ્રથા મુજબ રીટર્ન ભરવાનો લાભ કહેવા પુરતો આશ્વાસ માટેે આપેલ છે. પરંતુ એક વર્ષ બાદ નવી પક્રિયા ફરજીયાત અપનાવી જ પડશે.

ફોર્મ નંબર ૨૬ એ.એસ.માં કયા પ્રકારની કેટલી આવક તથા તેની ઉપરનો TDS  કેટલો કપાયો તેની વિગત આવકવેરા અધિકારીને પ્રાપ્ત થશે. અને તે મુજબ કરદાતાએ આવકો દર્શાવેલ છે કે નહિ તે જાણી શકાશે. જો કે TDS ની રકમ તેમને ભરવાપાત્ર ટેક્ષ સામે બાદ મળશે. પરંતુ TDS બાદ કરવા છતા ટેક્ષ વધુ ભરવાને પાત્ર બનશે. કરદાતા આવકનું શ્રોત્ર કયાંય પણ છુપાવી શકશે નહિ.

TDS  જેમનો કપાયેેલ છે. તેમ છતા આવકવેરાનું રીર્ટન નહિ ભરે તો આવકવેરાનું રીર્ટન નહિ ભરે તો આવકવેરા ખાતુ ફરજીયાત રીર્ટન ભરવાની નોટીસો મોકલશે તે નકકી જ છે.

નિતિન કામદાર

ચાર્ટડ એકાઉન્ટન્ટ ( રાજકોટ )

(3:29 pm IST)