વિવિધ વિભાગ
News of Friday, 27th December 2019

નાણાકીય વર્ષ ૨૦૧૯ - ર૦૨૦ માટે ફરજીયાત ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની જોગવાઇઓ

હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦ માટે બે વખત જુદા જુદા નાણાંમંત્રીઓએ બજેટ બહાર પાડેલ જેમાં શ્રી પીયુષ કે. ગોયેલ, સી.એ. દ્વારા વચગાળાનું બજેટ જયારે શ્રીમતી સીતારામને આખરી બજેટ બહાર પાડેલ. આ બજેટમાં બંને નાણામંત્રીઓએ અસરકારક ફેરફારો જાહેર કરેલ છે, જેમાં સામાન્ય પ્રજાને કર રાહતો આપેલ છે, જયારે ફરજીયાત આવકવેરા રીટર્ન ભરવાનું પણ જણાવેલ છે.

૨૦૧૯-૨૦ના હીસાબી વર્ષથી દરેક કો.ઓપરેટીવ સોસાયટીઓ, ધાર્મીક ટ્રસ્ટો તેમજ  સેવાકીય પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટો જે ચેરીટી કમીશનર ઓફીસે નોંધાયેલ છે. ફલેટ ઓનર્સ, એસોસીએશન તેમજ અન્ય ધંધાકીય એશોસીએશનો જેને ઇન્કમ ટેક્ષ ભાષામાં એશોસીએશન ઓફ પર્સન્સ ગણવામાં આવે છે. પ્રાઇવેટ બેનીફેશીયરી ટ્રસ્ટો કે ફેમીલી બેનીફીશયરી ટ્રસ્ટો, જેની નોંધણી કયાંય પણ થયેલ નથી, પરંતુ બેન્ક ખાતા ખોલવા માટે પાનકાર્ડ લીધેલ હોય, તેમજ રૂા ૨,૫૦,૦૦૦/-થી  વધુ આવક ધરાવતી તમામ વ્યકતીઓ, એચ.યુ.એફ તેમજ આર્ટીફીશીયલ જયુડીશીયલ પરસન્સ (એ.જે.પી.) એ પણ આવક વેરાનું રીટર્ન તેમના એકાઉન્ટસ સાથે ભરવું પડશે. જો તેમાં કસુરવાન બનશે તો આવકવેરા ખાતુ નોટીસ આપીને ઓછામાં ઓછો રૂા ૧૦૦૦૦/- દંડ કરશે, તેમજ રીર્ટન ભરવાની ફરજ પાડશે. આવી નોટીસ હીસાબી વર્ષ પૂર્ણ થયા બાદ ચાર વર્ષની અંદર પણ આપી શકે છે.

આવક વેરાના કાયદા મુજબ આવકવેરા રીટર્ન ભરવા તેમજ રીફંડ મેળવવા માટે હક્કદાર તથા નુકશાની હોય તો તેને આગળના વર્ષે બાદ મેળવવા નીચે જણાવેલ કરદાતાઓએ રીટર્ન ફરજીયાત ધોરણે દર વર્ષે ભરવાનું હોય છે. ઇન્કમટેક્ષની ભાષામાં એસેસી એટલે કે  કરદાતાઓની વ્યાખ્યામાં નીચેનાનો સમાવેશ થાય છે. (૧) વ્યકિત (ર) હીન્દુ સંયુકત કુટુંબ (એચ.યુ.એફ.) (૩) કોર્પોરેટ કંપનીઓ, (૪) ભાગીદારી પેઢી, જેમાં એલ.એલ.પી.નો સમાવેશ થાય છે, (પ) શખ્સોનું મંડળ (એ.ઓ.પી) એશોસીએશન ઓફ પરસન્સ જેમાં તમામ ફલેટ/દુકાનદારોનાં એસોસીએશનનો સમાવેશ થાય છે, તેમજ બોડી ઓફ વ્યકિતઓનો સમુહ જેને બી.ઓે.આઇ. ના ટુકાનામથી ઓળખાય છે.

(૬) તમામ સ્થાનીક લોકલ સરકારી ઓથોરીટી (કોર્પોરેશન પંચાયતો ગ્રામ પંચાયતો વગેરે)

(૭) અન્ય કોઇપણ કૃત્રીમ કાયદાકીય રીતે થયેલ એકમો (જેને આર્ટીફીશીયલ જયુડીશીયલ એન્ટીટી - એ. જે. પી. નો દરજ્જો આપેલ છે. તેઓએ પણ ફરજીયાત રીર્ટન ભરવાનું રહે છે.

નવા ઇન્કમટેક્ષના ફોર્મ

   તમામ જુદી જુદી આવક ધરાવનાર કરદાતાઓએ નીચે મુજબનો ઇન્કમટેક્ષ ફોર્મ ભરવાના હોય છે. જો તેમાં કરદાતા ભૂલ કરે તો તેની આકારણી જુદા પ્રકારની થાય છે અને તે ભૂલનો ભોગ બની શકે.

રીર્ટન ફોર્મ

ITR-1 ફકત એકજ આવકનો પ્રકાર પાનાનું સહજ રીર્ટન તરીકે ઓળખાય છે. તે તમામ નોકરીયાત - પેન્શન ધરાવતી વ્યકિત કે ફેમીલી પેન્સન ધરાવતી વ્યકિત -તેમજ બેન્ક વ્યાજ,  ડીવીડન્ડ વગેરેની થોડી-ઘણી આવકની વિગત સાથે ભરી શકે છે. જેમાં  કોઇપણ પ્રકારની નુકશાની ઉદ્ભવ્યું ન હોય.

ITR-2 ધંધા કે વ્યવાસાયીની આવક હોય તેમજ એચ.યુ.એફ. આવક ધરાવતા હોય તેવા એચ.યુ. એફ.

ITR-3 સ્વ-માલીકીનો ધંધો કે વ્યવસાયની આવક હોય તેમના કોઇપણ ધંધા કે      વ્યવસાયમાં ભાગીદાર હોય તેવા વ્યકિત કે એચ.યુ.એફ.

ITR-4 ધંધા કે વ્યવસાયના કેઇસમાં કલમ ૪૪-એડી-, ૪૪ એઇ તેમજ ૪૪ એડીએ હેઠળ અંદાજી આવક યોજના હેઠળ લાભ લેતા કરદાતાઓ. જેઓ પોતાની કુલ  આવકમાંથી પ૦% ઉપર ટેક્ષ ભરવો હોય અથવા ટ્રાન્સપોર્ટની ટ્રાન્સપોર્ટ ખટારા દીઠ અંદાજીત આવક મૂકી કોઇપણ અન્ય ચોપડાઓ ન લખતા હોય અને ગ્રોસ આવકની અંદાજીત કરેલ હોય.

ITR-5 ભાગીદારી પેઢી , એલએલપી, એઓપી, બીઓઆઇ, કોઇપણ પ્રકારની કો-ઓપ. સોસાયટી કે સેવા સહકારી મંડળીઓ

ITR-6 કલમ ૧૧ હેઠળ કર મુકિતનો લાભ માંગતી કંપનીઓ સિવાયની અન્ય કરદાતાઓ.

ITR-7 કલમ ૧૧/એ તથા કલમ ૧૧ એએ.નો લાભ લેવા પબ્લીક ચેરીટેબલ કે કો-ઓપ. પબ્લીક ટ્રસ્ટો તરીકે નોંધાયેલ ધાર્મિક, સેવાકીય કે એજયુકેશન, સંસ્થા, કંપનીઓ-આમ તમામ ટ્રસ્ટોએ ફરજીયાત આ ફોર્મ ભરવાનું રહે છે.

આમ નીચે જણાવેલ વ્યકિત, પેઢી, સંસ્થાઓ, કો. ઓપ. સોસાયટીઓ, વગેરેઓએ ફરજીયાત આવકવેરાનો પાન નંબર લઇ નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ થી આવકવેરા રીટર્ન ન ભરતા હોય તે ભરવાનું શરૂ કરી દેવું જોઇએ.

(૧) રૂ. ર,પ૦,૦૦૦/ થી  વધુ આવક ધરાવતા કોઇપણ વ્યકિત, કે અન્ય ટેક્ષ ૫ેયર જેમાં સીનીયર સીટીઝનને રૂ. ૩,૦૦,૦૦૦ તથા સુપરસીનીયર સીટીઝનને રૂ. પ,૦૦,૦૦૦,  કર મુકત આવક છે.

(ર) જે શખ્સોની કુલ આવક કરપાત્ર ન હોય પરંતુ જેમના ધંધા કે વ્યવસાયનું કુલ વેચાણ કે ટર્ન ઓવર નાણાકીય વર્ષમાં રૂ. પ૦૦૦૦૦/ (પાંચ લાખ) થી વધુ હોય કે થાય તેમ હોય.

(૩) કલમ ૧૩૯ (૪-એ) મુજબ આવકવેરા રીર્ટન ભરવા માટે જવાબદાર જાહેર નોંધણી કરાયેલ ટ્રસ્ટો.

(૪) જે કોઇ કરદાતાઓ કયાંય પણ થી ટી. ડી. એસ. અથવા ટી. સી. એસ. કપાત / વસુલાત કરવાને પાત્ર હોય અથવા કોઇપણ રીતે ટીડીએસ કપાયેલ તેઓએ ફરજીયાત આવક વેરાનું રીર્ટન ભરવાનું હોય છે. કારણ કે ટી. ડી. એસ., / ટી. સી. એસ. રકમ નાની હોય છે. તો બાકીની મોટી રકમની આવક કે વ્યવહારની વિગત આપવાની રહે છે.  દા.ત. બાંધકામ લેબર કોન્ટ્રાકટનો ૧ ટકા તથા માલ સાથેનાં કોન્ટ્રાકટરનો ર ટકા અથવા કમીશન આવકમાંથી પ ટકા ટીડીએસ કપાયેલ છે. તો બાકીની આવકનો ખુલાસાઓ કરવાનું ફરજીયાત છે.

(પ) નાણાકીય વર્ષમાં રૂ. રપ૦૦૦૦/ અઢી લાખ કે તેથી વધુ ફાનાન્સીયલ  નાણાકીય વ્યવહારો કરેલ હોય તેવા કરદાતા.

(૬) ઇમ્પોર્ટ-એક્ષપોર્ટ કોડ નંબર તેમજ જી. એસ. ટી. કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયેલ

(૭) કોઇપણ એકમનાં ડિરેકટર, મેનેજીંગ ડીરેકટર, પાર્ટનર, ટ્રસ્ટી, ઓથોરાઇઝડ ફઉન્ડર, કર્તા, ચીફ એકિઝયુકેટીવ ઓફીસર, પ્રિન્સીપાલ અથવા કોઇપણ હોદેદારોએ ફરજીયાત પાન નંબર લેવાનું અને કરપાત્ર આવક હોય તો રીર્ટન ભરવું.

આલેખન :-

નીતિન કામદાર એન્ડ કાું.

ચાર્ટડ એકાઉન્ટન્ટસ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮રપર ૧૭૮૪૮

(11:52 am IST)