વિવિધ વિભાગ
News of Wednesday, 19th August 2020

શ્રાવણ સત્સંગ

શિવ શકિત સ્નેહ સંવાદીતાનું ઉદાહરણ

મહાકાલ મહાદેવજીના મંદિરમાં બીરાજતા કાચબાને સંયમનું પ્રતીક મનાય છે જો કોઇ પણ જોખમ આવે તો કાચબો ચાર પગ અને માથુ સંકેલી લે છે તેમ જો આપણે આંખ,કાન જીભ અને ત્વચા આ પાંચ ઇન્દ્રીયોના  સંયમ રાખીએ તો જીવનમાં આવતા કેટલાય જોખમો ટળી જાય.

એ તો ધૈયનું સંદશેવાહક છે જેમ ધીરજના ફળ મીઠા છે.

મહાદેવજીના મંદિરમાં ડાબી બાજુ  બીરાજમાન ગણેશ ભગવાન વિધ્નહર્તા છે માતૃપ્રેમ અને ફરજ નિષ્ઠા અને સુય મંગલકર્તા છે. આપણે પણ સૌનું઼ મંગલ ઇચ્છીએ. ગણપતી વક્રતુંડ છે. એકંદત છે. ગણપતીને ચાર હાથ છે ગણપ,તી ભકતો પર નિરંતર કૃપા કરે છે ગણપતી આ સૃષ્ટિના આદિ દેવ મનાય છે.

મંદિરમાં જમણી બાજુ હનુમાનજી બીરાજે છે તેઓ આપણને  સેવા ભકિત પરાક્રમ અને પ્રભુ પ્રેમના પાઠ શીખવે છે.

સ્વયંભુ પ્રગટ દ્વાદશ જયોર્તીલીંગ જગપ્રસિધ્ધ છે. શિવ શકિતનો સુભગ સમન્વય એ સ્નેહ અને સંવાંદીતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ટપક ટપક એ માનવ જીવનની ક્ષણ ક્ષણ વીતી આયુષ્યનો ક્ષય કરે છે તો શીવલીંગ પર અભિષેકની પ્રાર્થના સાથે સ્વચ્છતાનો સંદેશ આપે છે.

ગંગા પવિત્રતા વરે છે તેમાં સ્નાન કરો તો પાપમોચની છે. અને ગંગાજળ તો ઘેર ઘેર જોવા મળે છે. આ ગંગાજીને ભોળાનાથ મહાદેવે જટામાં ઝીલી હતી. ત્રિનેત્ર-ત્ર્યંબક મહાદેવજીનું ત્રીજુ નેત્ર ક્રોધાગ્ની છે. જે કામાગ્નીને ભસ્મ કરી નાખે છે.

દેવાધિદેવ મહાદેવજી નો શણગાર પણ કે ગાળમાં ભ્રુજંગ સાપ, નાગ ઝેર પચાવતા શીખો. સમુદ્ર મંથન વખતે ભોળાનાથે વિષ પીધુ અને દેવ-દાનવો પર ઉપકાર કર્યો આની ઉપરથી પરોપકાર સૌએ શીખવા જેવો છે.

ગળામાં રૂદ્રાસની માળા-આરોગ્યની પાઠશાળામાં પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર ઉપર ભસ્મ, માવન શરીર પણ રાખ થવાનુઁ છે મોહમાયા છોડીએ શરીર નાસવંત છે આત્મા અમર છે.

આત્માનો ઉધ્ધાર કરીએ હાથમાં ડમરૂ સંગીત પ્રેમ જીવન સંગીત બનાવીએ.

ત્રીશુલ ત્રણ દુઃખો ટાળે, આધિ, વ્યાધી, ઉપાધી ટાળે છે.

બીલીપત્ર છોડમાં રણછોડ પત્ર પુષ્પમ સાર્થક બને છે ત્રણ પાન ત્રિગુણાત્મક છે.

સત્વ, રજ, તપ, બ્રહ્મ, વિષ્ણુ, મહેશ જીવ જગત જગદીશ ભોળાનાથ મહાદેવ  દેવાધીદેવની આરતીસૌની પ્રાર્થના ઘંટનાદ એ તો પ્રભુ પ્રત્યેની અભિરૂચી, આસ્થાનો અવિરત આનંદ.  હર હર મહાદેવ હર.

શિવ શકિત સ્નેહ સંવાદીતાનું ઉદાહરણ

મહાદેવજીના વિવિધ અવતારો

પરમકૃપાળુ ભોળાનાથ મહાદેવજીને સંહારકારી માનવામાં આવે છે. બ્રહ્માજી નિર્માણ કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે અને શિવજી સંહાર કરે.

ભોળાનાથ મહાદેવજીને શિવ અને શંકર નામ અપાયું છે.

આ શિવજી દ્વારા જે સંહાર થાય છે, તે વિનાશ માટેનથી થતો. પરંતુ શુભંકર નવસર્જન માટે થાય છે. સર્જન તે શુભ અને સંહાર તે અશુભ છે.

આ સૃષ્ટિ તો નિત્ય નૂતન અને વર્ધમાન થવા માટે સર્જાયેલી છે. સંહાર દ્વારા જ નવનિર્મિતિને પ્રગતિને અને ઉન્નતિને અવકાશ મળે છે.

એમ કહેવાય છે કે, તાંડવ દ્વારા કાલગ્રસ્ત નિર્મિતિને રચનાને અને યોજનાને આટોપીલે છે.  અને પછી પ્રકૃતિ માતા પાર્વતીજી લાક્ષ્ય માણે  છે. ત્યારે તેને પોતાને આનંદ વ્યકત કરવા માટે એક નવી ઢબે જ નાચવાનું સુઝે છે. એમાં પ્રસન્નતા અને મસ્તી બંનેનો સમન્વય હોય છે.સમતુલા પણ હોય છે. શાંતિ પણ હોય છે. અને ઉલ્લાસ પણ હોય છે.

નટરાજ સદાશિવના આવા શુભંકર યોગ દ્વારા જ ભવિષ્યની નવનિર્મિતને પ્રેરણા મળે છે સૃજન વ્યાપાર કૃતાર્થ થાય છે. નટરાજનું આ નર્તન ભારતીય સંસ્કૃતિએ પોતાના પ્રતિક તરીકેહંમેશા સ્વીકાર્યુ છે. ખરેખર નટરાજનું પ્રતિક આપણી સંસ્કૃતિના ઇતિહાસને અને આદર્શને સફળ રીતે વ્યકત કરે છે.

શિવપુરાણમાં મહાદેવજીના વિવિધ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

એ અનુસાર શિવજીનો સૌપ્રથમ અવતાર મહાકાલ છે. જે શિવભકતોને ભકિત અને મુકિત આપે છે. તેમની શકિત મહાકાલી છે.

ભોળાનાથનો બીજો અવતાર 'તારા' છે, એમની શકિત છે, તારા આ શિવ અને શકિત ભકતોના તારણહાર ત્રીજો અવતાર છે, ભુવનેશ તેમની શકિત છે બાલા જે આત્મિય સુખદાયક છે. ચોથો અવતાર ષોડશ નામકં શ્રી વીદ્યેશ છે તેમની શકિત શ્રી વિદ્યા ષોડશી છે તે ભકતોના અધ્યાંત્મ પથને અજવાળે છે.

ઉપાસકોની મનોકામનામી પૂર્તિ ભૈરવની ઉપાસના થાયછે છઠ્ઠો અવતાર છીન્ન મસ્તક છે અને છીન્ન મસ્તકા તેજ શકિત છે. તે ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.

સાતમો અવતાર ધુમવાન છે તેમની શકિત ધુમાવતી છે. તે ભકતોનું કલ્યાણ કરે છે.આઠમો અવતાર બગલામખ છે અને મહાન આનંદ પ્રદાયક તેમની શકિત બગલામુખીછે નવમો અવતાર માતંગ છે. ભગવતી માતંગી શિવના અર્ધાંગીની છે તે કામના પૂર્ણ માટે પ્રસિદ્ધ છે, શિવજીનો દસમો અવતાર કમલ છે. જગદંબા ગીરીજા કમલા તેમની શકિત છે. જે ભકિત, મુકિત પ્રદાતા છે.

જે સાધકો શિવભકતો નિર્વિક્ષર ભાવથી ભોળાનાથ ભજેછે. તેમનું બહુવિદ્દ કલ્યાણ અને માંગલ્ય આ દસ અવતરણો અને તેમની દસ માહાવિદ્યા દ્વારા પરિપૂર્ણ અને સંપન્ન થાય છે.

દસ મહાવિદ્યાઓની ઉપાસના શ્રેઠ માનવામાં આવે છે. અને સાધક-ભકતનું બ્રહ્મ તેજ વધારનારી છે.

નમામી શમીશાન નિર્વાણરૂપમ્, વિભુવ્યાપક બ્રહ્મ વેદ સ્વરૂપય્ અજં નિર્ગુણ નિર્વિકલ્પ, નીરિહ, વિદાકા શમાકાશવાસંતજેહમ્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(9:38 am IST)