વિવિધ વિભાગ
News of Saturday, 8th August 2020

શ્રાવણ સત્સંગ

જીવનમાં બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ

એક વાર માતા પાર્વતી અને ભોળાનાથ મહાદેવ આકાશ માર્ગે  પોઠીયા પર બેસીને જઇ રહ્યા હતા ભોળાનાથ મહાદેવનો એક ભકત જે બ્રાહ્મણ હતો એની પત્ની અને પુત્ર આખો દિવસ ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાયના જપ કરતા હતા.

માતા પાર્વતીની નજરે પડયું, તેમણે ભગવાન શંકરને કહ્યું આપણે અહીંથી પસાર થઇ રહ્યા છીએ, અને અહીં જ આપણા ભકત છે. આ બિચારોઓને કંઇક વરદાન આપવું જોઇએ.

ત્યારે મહાદેવજીએ કહ્યું, પાર્વતી આમને વરદાન આપવું નકામુ છે. કારણ તેઓ એને લાયક નથી એમને કશું આપવીએ તો તેઓ સંભાળી શકે એમ નથી તેમનામાં પાત્રતા નથી આપણા માટે આપણો સમય અને શકિત બંને ખરાબ કરવા બરાબર છે.એ બધું જ વેડફી નાખશે, બીચારા કશું મેળવી શકશે નહીં.

પાર્વતીજી કહે ના મહારાજ, ! તમે એવા ખોટા બહાના બતાવો નહી આપણે તો એન ેકંઇક આપીને જવું છે.

મહાદેવજી કહે ભલે, આપીનેજ જઇશું ત્રણેય જણ વરદાન માગવા તૈયાર થયા કે અમે તમારી મનોકામના પૂરી કરીને જઇશું. સ્ત્રી સમજદાર હતી હોશિંયાર હતી તે બોલી પહેલા મારી મનોકામના પૂરી કરો મહાદેવજીએ કહ્યંું બોલ તારે શું જોઇએ ? સ્ત્રી બોલી, પ્રભુ મને સોળ વર્ષની સુંદરી બનાવી દો, ભોળનાથે તથાસ્તુ કહ્યું ને તે સુંદરી બની ગઇ.

બ્રાહ્મણ પતિને ગુસ્સો આવ્યો તે મારી પાછળ  સતિથવાની હતી પણ તે ખોટી પતિ ભકિત બતાવતી હતી મને અને છોકરાને ભૂલી ગઇ.

બ્રાહ્મણનો વારો આવ્યો તેણે કહ્યું પ્રભુ, મારી પત્નીને વાંદરી બનાવી દો, ભોળનાથે કહ્યું હજુ વિચારી જો પણ બ્રાહ્મણ તો કહે એજ વરદાન જોઇએ 'તથા સ્તુ'કહ્યું અને સુંદરી વાંદરી બની ગઇ.

બાળક આ દ્રશ્ય જોઇને રડવા લાગ્યો ભગવાન શંકર કહે તું કેમ રડે છો ? તારૂ વરદાન માંગી લે બાળક કહે પ્રભુ મારી માને પહેલા જેવી દો 'તથાસ્તુ' કહેતાની સાથે બ્રાહ્મણ ફરી વાંદરીમાંથી પહેલા જેવી સ્ત્રી બની ગઇ.

....પછી ભોળાનાથે પાર્વતીજીને કહ્યું દેવી જોયુ તમે આ ત્રણેયે પોતાના વરદાન વ્યર્થ બનાવી દીધા તેઓએ ધાર્યું હોત કે તો, બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરીને વરદાનનો લાભ મેળવી શકયા હોત અને તેઓ પોતાનું જીવન સુધારી શકયા હોત....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:53 am IST)