વિવિધ વિભાગ
News of Monday, 3rd August 2020

શ્રાવણ સત્સંગ

ભોળાનાથ મહાદેવ કલ્યાણકારી

હરહર મહાદેવ હર, વેદશાસ્ત્ર, પુરાણ વિધામાં ભોળાનાથ મહાદેવજીનો મહિમા અપાર છે. સદાશિવ મહાદેવજીના ત્રિગુણ, તત્વ, સત, રજ અને તમ એમ ત્રણેય પર એમનો પ્રભાવ છે અને એટલે જ ભોળાનાથના પવિત્ર માસ શ્રાવણમાસ તેમની આરાધના અનુષ્ઠાન કરવાથી ભકતજન સતગુણનો આવિષ્કાર કરી શકે છે.

ભોળાનાથ મહાદેવજી પંચમુખ અને ત્રિનેરૂપમાં પ્રદર્શીત થયા તેમના એક મુખ ત્રણ મુખ પાંચ મુખ એકાદશ મુખના રૂપમાં પૂજા પ્રાર્થના કરવામાં આવે છે.

અવિનાશી કલ્યાણકારી મંગલમુર્તિ ભગવાન શંકર નિત્ય એ ચિન્મય છે તેમની અનંત લીલાઓ મંગલમય છે. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવજી આપો.

સદાશિવ મહાદેવ સાક્ષાત કલ્યાણય છે તેમનો ચિન્મયભાવ ગમ્ય છે.

ભગવાન નારાયણ, મર્યાદા પુરૂષોતમ રામચંદ્રજી અને લીલાપુરૂષ, ભગવાન શ્રીકૃષ્ણ સૌ મહાદેવજીના પરમ પ્રેમી છે.

ભગવાન શ્રી વિષ્ણુએ શિવપુજા કરી તો તેમણે પુજનમાં સહસ્ત્ર કમળ ચડાવવાનો દ્રઢ સંકલ્પ લીધો પણ છેવટે એક કમળ ચડાવવા ધર્યુ ત્યારે વિષ્ણુ ભગવાને પોતાના નેત્ર કમળ ચડાવીને પોતાનો નિર્ધાર પુર્ણ કર્યો.

ભગવાનશ્રી રામ ચંદ્રજીએ લંકામાં રાવણ સામે યુધ્ધ કરવા લંકા પર ચડાઇ કરી ત્યારે સમુદ્રને ઓળંગવા સેતુબંધ બાંધ્યો અને ત્યાં રામેશ્વરમાં શિવલીંગ તેમણે સ્થાપના કરીને પુજન કર્યુ.

ભગવાન શ્રીકૃષ્ણે પણ મહાદેવજી માટે કઠોર તપશ્ચર્યા કરી.

શિવ સર્પદા કલ્યાણ મુર્તિ સારીએ સૃષ્ટિનું કલ્યાણ કરનારા છે. ભોળાનાથ મહાદેવજી બહુ સરળ અને ભોળા છે. શિવભકતજનો  સોમવારનું વ્રત એકટાણુ શિવપુજા જલ, બિલીપત્ર, ચંદન ચડાવીને ભોળાનાથ મહાદેવજીની પુજા પ્રાર્થના કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ સિવાયના જપ  દ્વારા મહાદેવજીના આશિષ પ્રાપ્ત કરીએ 

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:53 am IST)