વિવિધ વિભાગ
News of Friday, 31st July 2020

શ્રાવણ સત્સંગ

સદાશિવનું સ્વરૂપ અને વ્યકિત્વ..!

દેવાધિદેવ મહાદેવજી કૈલાસવાસી છે અને તેઓ હિમાલયમા તપસ્યામાં લીન રહે છે. તો વળી બીજી બાજુ ભૂતગણો સાથે સ્મશાનમાં વાસ કરે છે.

એવું મનાય છે કે, આનો વ્યવહારિક અર્થએ છે કે પવિત્ર અને શ્રેષ્ઠના સંપર્કમાં રહેવું શ્રેયસ્કર છે. પરંતુ આપણે કોઇને પાપી કે ધૃણિત ન માનવા જોઇએ.

બધા જ પરમાત્માના સંતાનો છે તેઓ બધાને એક સરખો સ્નેહ કરે છે.

આમ શિવજી સમ્યકદ્રષ્ટિ અને મૈત્રીનો બોધ કરાવે છે.

સદાશિવનું સ્વરૂપ તથા વ્યકિતત્વ સમગ્રતાનું પ્રતિક છે, તે આપણને બહુ મોટુ તત્વદર્શન સમજાવે છે. એનુ અનુકરણ કરીને માનવી વ્યકિતત્વના ઉચ્ચત્તમ શિખરે પહોંચી જાય છે. ભોળાનાથ, મહાદેવનું ચરિત્ર માનવજીવનના ઉચ્ચ આદર્શોનૂં પ્રતિક છે તે સંર્જનથી સંહાર સુધીનું જીવનથી મૃત્યુ સુધીનું અને સંસારથી વૈરાગ્ય સુધીનું અપુર્વ જ્ઞાન આપેછે.

ૐ વંદે-દેવ ઉમાપતિ સુદ્દગુરૂ વંદે જગતકારણય વંદે પ્રન્નગ ભુષર્ણ મૃગઘટ, વંદે પશુના પતિમ્ વંદે સુર્ય શશાંક વહી નયન વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભકત જનાશ્રય ચવરદં વંદે શિવ શંકરમ્

ૐ શિવ રૂદ્રાયનમઃ ના ઉચ્ચારણ સાથે ભગવાન ભોળાનાથ મહાદેવજીને ચંદન લગાવી શુદ્ધ અષ્ટ ગંધ પણ આપ ભગવાન ભોળાનાથને પણ ચડાવી શકાય છે.

આપના પ્રકાશની ઇચ્છા દેવ, ગંધર્વ રાક્ષસ, વેદહો, યોગી અને કર્મકાન્ડ પર પણ લોકો સહીત બધા લોકો કરે છે.

આકાશમાર્ગે ચાલવાવાળા પર્વત ગુફામાં વાસ કરવાવાળા આપને સિદ્ધ લોકો આપના નિત્ય પ્રકાશરૂપને પ્રાપ્ત કરે છે.જે સર્વોત્તમ અને આમ થવાથી કૃતકૃત્ય થઇ જાય છે આ વધુ કાંઇ પ્રાપ્તિ થવા વાળા નથી સમજતા આવા પરમ પ્રકાશ મહાદેવની શરણાગત થઇને અમે આપની યાતના કરીએ છીએ આપ તો ત્રણેય લોકને તૃપ્તી કરો છો આપના શુભાશિષ સૌ કોઇ પર ઉતરે એવી પ્રાર્થના

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:19 am IST)