વિવિધ વિભાગ
News of Monday, 14th March 2016


સાથી હાથ બઢાના

૧૯ વર્ષના ભરત રાઠોડને પગની સારવાર માટે રૂ. ૪ લાખની જરૂર

 રાજકોટ તા. ૧૨ : સુરેન્‍દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ટીકર ગામના શંકરભાઇ રાઠોડના પુત્ર ભરત રાઠોડ (ઉ.વ.૧૯) ને પગમાં સ્‍પોન્‍ડીલોઆર્થોરાઇટીઝની બિમારી લાગુ પડતા ગરીબ પરિવાર મુશ્‍કેલીમાં મુકાય ગયેલ છે. અમદાવાદમાં ડો. સમીર નાણાવટીને બતાવતા બંને પગના થાપાનો ગોળો ઘસાઇ ગયો હોય બદલવો પડે તેમ છે. આ માટે રૂ. ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) નો ખર્ચ થાય તેમ હોવાનો તબીબી અભિપ્રાય અપાયો છે. મજુરી કામ કરી બે દિકરા, એક દિકરી અને પતિ પત્‍ની પોતે મળી પાંચ સભ્‍યોનો નિભાવ કરી રહેલ શંકરભાઇ આટલા મોટા ખર્ચને ઉઠાવી શકે તેમ નથી. ત્‍યારે સમાજના સુખી સંપન્‍ન લોકો અને દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. શંકરભાઇ રાઠોડના નામે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયામાં બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં. ૬૬૦૨૦૬૮૬૬૫૨ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્‍થાન ગામ ટીકર, તા. મુળી, જિ.સુરેન્‍દ્રનગર ખાતે રૂબરૂ અથવા મો.૯૯૨૫૮ ૧૪૦૧૬ ઉપર સંપર્ક કરી શકાય છે. (૧૬.૨)

 

(11:36 am IST)