વિવિધ વિભાગ
News of Monday, 29th January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

-હું તમને એક ગીત આપવા માંગું છું. એક ગીત જે મારી અંદર જન્મ્યું છે. હું તમને રસ પિવડાવવા ઇચ્છું છું. એક રસ જે મેં પીંધો. હું ઇચ્છું છું કે તમે પણ આ અલ-મસ્તીમાં ડૂબી જાઓ.

- હું તમને બોલાવું છું અને તમે આવી જાય છો. દુર દિશાઓથી દૂર નગરોથી, દુર દેશોથી, એક પ્રેમ તમને ખેંચી લાવે છે. અને મારી પાસે, આપવા માટેશુન્ય સિવાય કશું જ નથી. તમારી પાસે જે છે તે તમરી પાસેથી છીનવી લઇશ. તમને મિટાવી દઇશ, કારણ કે તમારા મટવાથી (તમે નથી) એ ભાવથી જ પરમાત્મા હોવાની સંભાવના છે.

-તમારા પોતાની પ્રત્યે, ધ્યાનપૂર્વક, શું કરી રહ્યા છો? શું બોલી રહ્યા છો ? તે બધાના સાક્ષીબનો. સાક્ષી રહેવાથી ક્રાંતિ થાય છે. જે સાર્થક છે તે બાકી રહી જાય છ.ે

-નિરાશાને કોઇ કારણ નથી. સાધના માર્ગ ઉપર જરૂર કાંટા છે પરંતુ એ બધા ફુલોના રક્ષક છે. અને જયારે કાંટા મળવાના શરૂ થાય ત્યારે જાણજો કે હવે ફુલ પાસે જ છે.

-આધ્યાત્મિક વ્યકિત પાસે વધુ બુધ્ધિ છે, વધુ સર્જનશકિત છે, વધુ સમજશકિત છે, અને તેથી તે વિશ્વની સૌથી વધુ સમૃધ્ધ વ્યકિત બની શકે છે. અને તેની સમૃધ્ધિના બે પાસા છે. (ડાયમેન્શન) છે-એક આંતરિક અને બીજું બાહ્ય, બાહ્ય રીતે તમે વધુ શાંત અને મૌન-આ મારો ધર્મ છે. આ તમારી આધ્યાત્મિકતા છે.

-હું તો જીવનને પ્રેમ કરૃં છું. મારા મટે તો જીવન, પરમાત્માનું જ બીજું નામ છે-જીનને એના બધા રંગરૂપમાં જીવો. હું પલાયનવાદી નથી. હું બધા પલાયનવાદીનો વિરોધી છું.

ધ્યાન અને સર્જનાત્મકતા બંને એક જ સત્યની અનુભુતિઓ છે.

મનુષ્યની માટીમાં અમૃત છુપાયું છે.મનુષ્યના કીચડમાં કમળ છુપાયુંછે. એ કળા જેણે જાણી એણે ધર્મ જાણ્યો.

જેને અંદરનો અનુભવ છે. તે સુસંસ્કૃત છે. બહારથી સભ્યતા મળે છે, અંદરથી સંસ્કૃતિ ઉભરાય છે. સભ્યતાનું શિક્ષણ હોઇ શકે છે, સંસ્કૃતિની સાધના હોય છે.

જે વ્યકિત નાચી, નથી શકતી, ગાઇ નથી શકતી, બાંસુરી નથી બજાવી શકતી, એકતારો નથી ઝપઝણાવી શકતી, જેને એકાંતની જાણ નથી, એ વ્યકિતએ સ્વયંને જ તોડી નાખી છ.ે

કાવ્યાને હું બીજી સીડી માનું છું-વિજ્ઞાનથી ઉપર, વિજ્ઞાનથી શ્રેષ્ઠતમ, ઉપયોગી ઓછું-સાર્થક વધારે.

મનુષ્ય અખંડ થઇ શકે છે; થવો જોઇએ-થવું એની નિયતિ છે. અને જયાં સુધી નહીં થાય, ત્યાં સુધી પીડા છે, ત્યાં સુધી વિષાદ છે, ત્યાં સુધી દુઃખ છે.

મારા સન્યાસી સંસારમાં રહેશે અને પરમાત્મામાં પણ અને બંનેની મધ્યમાં જે સુતં છે-કાવ્યનો, સૌદર્યન,પ્રેમનો-એને પણ સજાવશે, એને પણ સંવારશે.

ધર્મઃ ઉત્સવપૂર્ણ જીવવાની કળા.

જેને પણ જીવવાની કળા ખબર છે, તે કયારેય નથી મૃત્યુ પામ્યો, અને નથી મરતો, નથી મરી શકતો. અને જેજે જીવવાની કળા માલુમ નથી તે કેવળ ભ્રમમાં હોય છે કે હું જીવી રહ્યો છું, તે કયારેય જીવતો નહોતો, નથી કયારેય જીવ્યો, નથી જીવી શકતો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:49 am IST)