વિવિધ વિભાગ
News of Thursday, 11th January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

કહી રહી છે વૃક્ષની શાખા

તમે આવી રહ્યા છો તમારા આવાસે.

હવે રોકાવું છે અસંભવ,

હવે લલચાવું છે અસંભવ

મને તમારો માળો-નીડ બનાવો

મને તમારો આવાસ બનાવી દો.

એક માણસે પૂછયું-આપ ઘંટારવ સાંભળો છો ને ? કેટલા સમયથી એ ચર્ચ ત્યાં છે ?'

એન્ડ્રયુ કારનેગીએ કહ્યું-એ તો ખૂબ પ્રાચીન ચર્ચ છે. છેલ્લા સો વર્ષથી તો એ ત્યાં છે જ.'

સો વર્ષ જુની શાખ હોવા છતાં અને ચર્ચ ત્યાં છે એવું લોકો જાણતા હોવા છતાં નિયમિત સવારસાંજ ઘંટનાદ થાય છે ને ?' એ શું સૂચવે છે તે આપ જાણો છો ?

ખુદ ભગવાન પણ લોકોને એ માટે ઢંઢોળતા રહે છે કે મને ભૂલી ન જશો. હું અહીં છું. મારી દૃષ્ટિએ આ પણ વધુને વધુ લોકો સુધી પહોંચવાનો એક પ્રયાસ છે.

એન્ડ્રયુ કારનેગી અને વિજ્ઞાપનના એજન્ટ વચ્ચે વાતો ચાલતી રહી તો આ બાજુચર્ચનો ઘંટારવ પણ ચાલતો હતો અને કહે છે કે કારનેગી ઉપર એની એવી અસર થઇ કે એ જ દિવસથી એણે જાહેરાત આપવાનું શરૂ કરી દીધું. એને ખ્યાલ આવ્યો કે સારી વસ્તુની પણ સતત રજુઆત જરૂરી હોય છે.

ઓશો આ પ્રસંગના સંદર્ભમાં કહે છે કે તમારી પાસે કશુંક શુભ કે સત્ય હોય તો સાચવીને ચૂપ બેસી રહેવાની જરૂર નથી. લોકો સુધી એ સત્યને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ.

આપ મેળે અનેક લોકો એ તરફ આવતા હોય તો પણ બીજા અસંખ્ય લોકો હજુ બાકી છે કે જેમના સુધી સત્યનો સ્વર હજુ પહોંચ્યો નથી.

તમારા એક નાનકડા પ્રયત્નથી કોઇના માટે સત્યનું દ્વાર ખુલતું હોય, કોઇની આંખ ઉઘડતી હોય કે કોઇના જીવનમાં સત્ય, શિવ અને સુંદરમનું એક નાનકડું કિરણ પણ પ્રવેશતું હોય તો એ પ્રયત્ન કરવા જેવો છે.

કેમ કે અસત્ય પાસે પોતાનું કોઇ આંતરિક બળ ન હોવા છતાં પણ એ આક્રમક રીતે પ્રસરવાનો પ્રયાસ કરતું હોય છે.

તો જેમની પાસે સત્ય છેઅથવા તો જે કોઇ સત્યમ્, શિવમ્ સુંદરમ્ના ચાહક અને સવાહક બનવા તૈયાર છે તેમની ફરજ બની જાય છે. કે દુર દુર સુધી સત્યનો અને શુભનો સ્વર પહોંચે એ માટે પ્રતિપળ પ્રયત્નશીલ રહે.

ધર્મ વ્યકિતગત  છે, સ્વતંત્ર છે. ધર્મમાં આત્માની શોધ છે તલાશ છે. જો વ્યકિત બદલાય તો સમાજ બદલાઇ શકે છે. ેતે તો સમજમાં આવે છે, પરંતુ સમાજને બદલવાના પ્રયત્નથી વ્યકિત નહીં બદલાય.

ધ્યાન રાખો-પરમાત્માના મંદિરમાં ફકત એ લોકો જ પ્રવેશ કરી શકે છે, કે જે નાચતા હોય તે પ્રવેશી શકે છે, જે હસતા હસતા પ્રવેશ કરે છે, જે આનંદિત પ્રવેશ કરે છે. રડતા હોય તેવા લોકોને પરમાત્માના દ્વાર પર કયારેય રસ્તો નથી મળ્યો.

હું જે સંન્યાસની વાત કરી રહ્યો છું તે જીવનને જીવવાની કળા છે જીવનને ત્યાગવાની નહી, તે જીવનને આ પરિપૂર્ણતાથી સમગ્રતાથી જીવવાની રીત છે કે જેવી રીતે જીવન જ પરમાત્મા છે, કયાંય બીજે પરમાત્મા નથી. કશું જ ત્યાગવાનું નથી. કયાંય ભાગવાનું નથી. અહીંજ જીવવાનું છે. પરંતુ જીવન જીવવાની શૈલી શીખવાની છે, ધ્યાનપૂર્વક જીવવાનું છે.સમાધિપૂર્વક જીવવાનું છે.

હું તો બે શબ્દો પર જ જોર આપું છું: પ્રેમ અને ધ્યાન. કારણ કે હું જાણું છું કે મંદિરના બે વિરાટ દરવાજા છ.ેએકનું નામ પ્રેમ, એકનું નામ ધ્યાન. તમે ચાહો તો પ્રેમથી પ્રવેશ કરો, ચાહો તો ધ્યાનથી પ્રવેશ કરો. કારણ કે બંનેમાં પ્રવેશની શરત એક જ છે. એટલા માટે તમારી મૌજ, (દુરી) અંતર કાંઇ નથી. શરત એક જ છેઃ અહંકાર બંનેમાં છોડવો પડે છે. ધ્યાનમાં પણ અહંકાર છોડવો પડે છે. પ્રેમમાં પણ અહંકાર છોડવો પડે છે. ચાહો તો એમ જ કહો કે કે એક જ સિકકાની બે બાજુ છે એક તરફ પ્રેમ, એક તરફ ધ્યાન.

હું લોકોને નિયમ તોડીને પશુ-પક્ષીઓની જેમ જીવવાનું નથી કહેતો. હું લોકોને જાગીને બુધ્ધોની જેમ જીવવાનું કહી રહ્યો છું. આ મુકત વિચારને એ અર્થમાં મુકત આચાર ના કહી શકાય કે જે અર્થમાં પશ્ચિમમાં એક સમાજ નિર્મિત થઇ રહ્યો છે. આ મુકતાચાર મુકતોનો આચરણ છે.

શ્રદ્ધા પણ મૃત્યુ છે, એ પણ પ્રેમનું એક રૂપ છે. આપણું મૃત્યુ તો જીવનના અંત ભાગે આવે છે અને તેને આપણે બીજાઓમાં બનતું ઘટીત થતું જોઇએ છીએ, પરંતુ પ્રેમ તો આજે જ આ ક્ષણે પણ થઇ શકે છે. પ્રાર્થના આજે પણ કરી શકીએ છીએ. ધ્યાનમાં આજે પણ પ્રવેશ કરી શકીએ છીએ, જે લોકો ધ્યાનમાં ઉંડા ઉતરી જાય છે તેમને મૃત્યુનો ભય રહેતો નથી. માત્ર ધ્યાનમગ્ન લોકો જ મૃત્યુની બહાર રહી જાય છે, જેમ પ્રેમી બહાર રહી જાય છે. એટલા માટે નહી કે પ્રેમ દ્વારા મૃત્યુ ઉપર વિજય થઇ જાય છે. પરંતુ એટલા માટે કે જે પ્રેમમાં મરી શકે છે, જે પ્રેમમાં મૃત્યુ પામીને જોઇ લે છે કે જે મરે છે તે 'હું' નથી, ધ્યાનમાં મૃત્યુ પામનાર અએ જોઇ શકે છે, એ જાણી લે છે કે જે મૃત્યુ પામે છે તે મારી પરિધિ છે, મારૃં આવરણ છે. બ્રાહ્મ રૂપ છે. એ 'હું' નથી.

મૃત્યુ પાસેથી પસાર થનાર, મૃત્યુમાંથી નીકળનાર એ જાણી લે છ.ે કે 'મારી અંદર કોઇ અમૃત પણ છે.' આ અમૃતના અનુભવથી જ્ઞાનથી મૃત્યુ અટકતું નથી. મૃત્યુ તો આવવાનું જ છે. મહાવીરનૂં, કૃષ્ણનું ને બુધ્ધનું -મૃત્યુ તો થયું જ પરંતુ 'મૃત્યુ' માત્ર બીજાઓને માટે ગણાશે. બીજાઓ કહેશે કે મહાવીરનું મૃત્યુ થયું અને મહાવીર જાણતા હશે કે તેઓ મૃત્યુ પામી રહ્યા નથી. ભીતર કોઇ મૃત્યુ થતું નથી, ત્યાર ેમૃત્યુ બહારની ઘટના બની જાય છે, પોતાને આપણા માટે પણ, જો આવો અનુભવ ન થાય તો જિંદગી વ્યર્થ બની જાય છ.ે

-ધર્મ એ જીવનની સુગંધ, સંગીત અને પ્રકાશ છે-મારી દૃષ્ટિમાં  ધર્મ એ જીવન મહેલને સુગંધથી સંગીતથી અને પ્રકાશથી ભરવાની વિધિ સિવાય બીજું કંઇ પણ નથી.

-સત્યનો અનુભવ થાય ત્યારે-જે લોકો સત્યરૂપી સાગરના કિનારે પહોંચે છે., પછી ભલે મહાવીર હોય, બુધ્ધ હોય, ક્રાઇસ્ટ હોય, નાનક હોય કે ગમે તે સંત હોય, તેમણે સત્યનો તે સાગરતટે જઇ, જે અનુભવ કર્યો તેમના પ્રાણોમાં કરૂણાનો જે સ્ત્રોત ઉમટયો તેના લીધે તેમને થયું કે તેમણે જે જાણ્યું છે તે પોતાના સુધી સીમિત ના રહે-લોકો સુધી પહોંચે.

-ધર્મ એ મનુષ્યને બનાવવાનો માર્ગ ન હોઇ શકે. એતો ઉત્સવ અને આનંદની લહાણી કરનાર માર્ગ હોવો ઘટે.

-જેઓ ઇશ્વરની શોધમાં નીકળી પડે છે તેમની જીવન પ્રણાલી બે શબ્દોમાં સમાઇ જાય છે. : પ્રાર્થના અને ધૈર્ય. અને એટલા માટે જ પ્રત્યેક ધર્મગ્રંથ પ્રાર્થનાથી પ્રારંભ થાય છે અને પ્રતીક્ષથી તેનું સમાધાન થાય છે

-જીવનના રહસ્યને તમે ત્યારે જ જાણી શકશો જયારે તમે સમર્પણના દ્વારમાં પ્રવેશ કરશો. જો તમે ઝુકશો, જો તમે પ્રાર્થના કરશો, તો તમે પ્રેમના કેન્દ્ર સુધી પહોંચી શકશો.

-ધ્યાન એક રહસ્મય ઘટના છે, એના વિષયમાં ચર્ચા કરવાને બદલે બહેતર છે. કે એનો સ્વાદ લેવામાં આવે. અનુભવ કરવામાં આવે. સંભવતઃ મનુષ્ય જાતિના ઇતિહાસમાં હું જ પહેલો વ્યકિત છું કે જે ધ્યાનની પૂર્વ-તૈયારી માટે રમુજી ટુચકા-લતીફાનો પ્રયોગ કરી રહ્યો છું.

-ધ્યાનને કુતુહલ નહીં- મુમુક્ષા, ગહન પ્યાસ, અભીપ્સા બનાવશો તો જ ધ્યાનમાં પ્રવેશ કરી શકશો.

-બધા જ મહાન સંગીતકારો, નર્તકો તેમજ મૂર્તિકારોનો એક ગહન અનુભવ રહ્યો છે કે સર્જનની ગહનતમ ક્ષણોમાં તેઓ વિલીન થઇ જતા હોય છે. એમની સર્જનાત્મકતા જ એમને પૂર્ણમાં ખોવાઇ જવાનો સ્વાદ પ્રદાન કરે છે. ધ્યાન સાથેનો આ એમનો પ્રથમ પરિચય હોય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:37 am IST)