વિવિધ વિભાગ
News of Monday, 20th November 2017

સરકારી મહેમાન

રૂપાણી- ક્યા અમીરી, ક્યા ગરીબી, સુનો મેરી કહાની... ભોળી જનતા- બાકી કુછ બચા તો મહેંગાઇ માર ગઇ...

અમિત શાહ કહે છે- આ દેખે જરા, કિસમે કિતના હૈ દમ, જમ કે રખના કદમ ઓ મેરે સાથિયા: અહમદ પટેલ શંકરસિંહને- દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ, ઉમ્રભર કા ગમ હમે ઇનામ: હાર્દિકના સાથીઓ-પરદે મેં રહેને દો, પરદા ના ઉઠાઓ, પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય નેતાઓ અને વિવિધ પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં એક્ટિવ બની છે. કહેવાય છે કે નેતા અને અભિનેતા બન્ને સરખાં હોય છે. આ બન્ને લોકોની વચ્ચે હોય છે. લોકોને જાદુ બતાવે છે. એક લોકોની વચ્ચે રહીને તેમનું કૌવત બતાવે છે તો બીજા કચકડે મઢીને પરદા પર તેમનો અભિનય પાથરે છે.

વિધાનસભા 2017ની ફિલ્મના મુખ્ય નાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. બીજા નાયક કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. આ ઉપરાંત ગુજરાતની આ ફિલ્મમાં ઘણાં બઘાં નેશનલ અને પ્રાદેશિક સ્ટાર છે. અનેક મલ્ટીસ્ટાર લઇને આ ફિલ્મ બની રહી છે. રાજનિતી આધારિત ફિલ્મો બને છે અને રાજનિતીમાં ફિલ્મીકરણ પણ થાય છે તેથી રાજનિતી અને ફિલ્મ વચ્ચે ખૂબ જ ગહેરો નાતો જોવા મળે છે.

હાલ અરવિંદ કેજરીવાલ અને પદ્માવતી ફિલ્મ ચર્ચાને ચકડોળે ચઢેલી છે. પદ્માવતીનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન અંગેની ફિલ્મ પણ અટકેલી છે. ગુજરાતના રાજકારણ પર બનેલી અન્ય ત્રણ ફિલ્મો વિવાદના કારણે પૂરી થઇ શકી નથી.

કેટલાક ફિલ્મી સોંગ્સ આ નેતાઓને ચૂંટણીના સમયમાં ફીટ બેસે તેવા છે...

નરેન્દ્ર મોદી રોતે હુએ આતે હૈ સબ, હંસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિંકદર જાનેમન કહેલાયેગા...

અમિત શાહનો 150 પ્લસનો ટારગેટ આ દેખે જરા, કિસમે કિતના હૈ દમ, જમ કે રખના કદમ ઓ મેરે સાથિયા...

રાહુલ ગાંધી ગુજરાતની જનતાને કિતને ભી તુ કરલે સિતમ, હંસ હંસને સહેંગે હમ, યે પ્યાર ના હોગા કમ, સનમ તેરી કસમ..

વિજય રૂપાણી મતદારોને  -- જાગો સોને વાલો, સુનો મેરી કહાની, ક્યા અમિરી ક્યા ગરીબી, સુનો મેરી કહાની..

નિતીન પટેલ મતદારોને વાદા કરલે સાજના, તેરે બિન મેં ના રહું મેરે બિના તુ ન રહે હો કે જુદા, યે વાદા રહા...

જીતુ વાઘાણી નફરત કરેનેવાલો કે સિને મેં પ્યાર ભરદું, મેં વો દિવાના હું કી પથ્થર કો મોમ કર દૂં.. નફરત કરનેવાલો કે સિને મેં...

અહમદ પટેલ શંકરસિંહને દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ, ઉમ્રભર કા ગમ હમેં ઇનામ દિયા હૈ...

ભરત સોલંકી ઓ પાલનહારે, નિર્ગુણ ઓ ન્યારે, તુમરે બિન હમરા કૌન નહીં, હમરી ઉલઝન ઉલઝાવો ભગવન...

અપક્ષ ઉમેદવારો રૂકજાના નહીં તું કહી હાર કે, કાંટો સે ચલકે મિલિગે સાયે બહાર કે, ઓ રાહી... ઓ રાહી...

હાર્દિક પટેલનો કોંગ્રેસ પ્રેમ સજી નહીં બારાત તો ક્યા, આઇ ન મિલન કી રાત તો ક્યા- બિન ફેરે હમ તેરે, બિન ફેરે હમ તેરે...

મોદી અને અમિત શાહ યે દોસ્તી હમ નહીં તોંડેગે, તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેગેં... તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર,  સુન એ મેરે યાર...

શંકરસિંહ વાઘેલા હમસે ક્યા ભૂલ હુઇ, ક્યોં યે સજા હમકો મિલી, અબ તો ચારો હી તરફ હૈ બંધ દુનિયા કી ગલી...

હાર્દિકના કન્વિનરો - પરદે મેં રહેને દો, પરદા ના ઉઠાઓ, પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા...

એનસીપી કોંગ્રેસને હમ બે વફા હરગીજ ન થે, પર હમ વફા કર ના સકે...

અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસમાં પ્રવેશ -- બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા...

જીજ્ઞેશ મેવાણીનો અંદાજ   કી હમ તુમ ચોરી સે, બંધે ઇક ડોરી સે- જૈ યો કહાં એ હુઝુર...

શક્તિસિંહ ગોહિલ નફરત કરનેવાલો કે સિને મેં પ્યાર ભર દું, મેં વો દિવાના હું જો પથ્થર કો મોમ કરદું...

કોંગ્રેસનો બાપુને જવાબ ચિનગારી કોઇ ભડકે, સાવન ઉસે બુઝાયે, સાવન હી આગ લગાયે તો ઉસે કૌન બુઝાયે...

આમ આદમી પાર્ટી બચના એ હસિનો લો મૈં આ ગયા, હુશ્ન કા આશિક હુશ્ન કા દુશ્મન, અપની અદા હૈ યારોં સે જુદા...

અર્જુન મોઢવાડિયા -- ઓ મેરે દિલકે ચૈન, ચૈન આયે દિલ કો દુઆ કિજીયે, ઓ મેરે દિલ કે ચૈન

કેશુભાઇ પટેલ યે દુનિયા, યે મહેફિલ મેરે કામ કી નહીં, મેરે કામ કી નહી...

શિવસેના -- દેખો ઓ દિવાનો તુમ યે કામ ન કરો, રામ કા નામ બદનામ ન કરો...

પાર્ટીના મેનિફેસ્ટો -- જો વાદા કિયા વો નિભાના પડેગા, રોકે ચાહે જમાના તુમકો આના પડેગા...

આનંદીબહેન પટેલ -- જીંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ, વો ફીર નહીં આતે, વો ફીર નહીં આતે..

ચૂંટણી પંચ નફરત કી લાઠી છોડો, લાલચ કા ખંજર ફેંકો, મેરે દેશપ્રેમીઓ આપસ મેં પ્રેમ કરો દેશપ્રેમીઓ...

મતદારો કિસી કો તો રોટી કી કમાઇ માર ગઇ, કિસી કો કપડે કી સિલાઇ માર ગઇ, બાકી કુછ બચા કો મહેંગાઇ માર ગઇ...

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:46 am IST)