વિવિધ વિભાગ
News of Thursday, 28th September 2017


ખેડુતની ભકિત જોઇ લક્ષ્મીજી પ્રસન્ન થયા

 

એક ખેડુત, પોતે અભણ, છતાં શ્રદ્ધાંવાળા પોતાના ગુરૂ પાસેથી દીક્ષા લીધી, ગુરૂએ તેને એક મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્રનો રોજ જપ કરવાનો.

ખેડુત કહે ભલે, મહરાજ,

આ મંત્ર તો.-'ઓમ લક્ષ્મીપતયે નમ' ખેડુતો તો પુરી નિષ્ઠા અને ભકિતપૂર્વક ગુરૂજીએ આપેલા મંત્રનો જપ શરૂ કરી દીધો.

પરંતુ ખેડૂત અભણ હોવાને લીધે મૂળમંત્ર ભૂલી ગયો. અને...''ઓમ લછમનયે મયઃ'' એમ મંત્રનો જપ કરવા લાગ્યો.

એક દિવસ લક્ષ્મી નારાયણ, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સાથેત્યાંથી વિચરણ કરતા પસાર થયા.

ખેડુતને અશુધ્ધ જપ કરતા જોઇને લક્ષ્મીજીએ ખેડુત પાસે જઇને પુછયુ કે ''તુ કોનો જપ કરી રહ્યો છે....!''

ખેડુતના મોંમા શબ્દોનું તો રટણ થઇ રહ્યું હતું પરંતુ તેના ધ્યાનમાં તો ભગવાન જ વસ્યા હતા તેને લક્ષ્મીજીના શબ્દો સંભાળયા નહી.

લક્ષ્મીજીએ તેને બીજી વાર પુછયુ, તો પણ તેણે સાંભળ્યું નહી, આમ અનેક વાર લક્ષ્મીજીએ તેને પુછતા તેનું ધ્યાન ભંગ થયું અને પછી ખેડુતે ખીજાઇને જવાબ આપ્યો.

તારા પતિનું ધ્યાન ધરી રહ્યો છું...! બોલ...શું કરીશ...!!

અને ત્યારે લક્ષ્મીજી પોતાના સ્વામી પ્રત્યેની ખેડુતની ભકિત જોઇને ખુબ પ્રસન્ન થયા અને પછી તેમણે ખેડુતને ઘન ધાન્યથી પરિપૂર્ણ કરી દીધો...!

એક દિવસ નારદજીએ ભગવાન પાસે આ પ્રસંગનું વિવરણ કરીને લક્ષ્મીજીની ફરીયાદ કરી,

ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ ! અમારે ત્યાં શબ્દજાળનું એટલું મહત્વ નથી. જેટલું ભાવનાનું છે...!

એ ખેડુતની ભાવના નિર્દોષ હતી તો પછી લક્ષ્મીજીએ તેને વરદાન આપ્યું તો શું થઇ ગયું..?

ભગવાનની વાત સાંભળીને નારદજીના મનનુ સમાધાન થયું.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:01 am IST)