વિવિધ વિભાગ
News of Wednesday, 27th September 2017


શકિત ઉપાસના દ્વારા ઉપાસકની આધ્યાત્મિક ઉન્નતિ

અપાર મહિમાવાળા મા ભવાની

હે શિવ ! તું જ પરબ્રહ્મ પરમાત્માની પરા પ્રકૃતિ છે. તારામાંથી જ અખિલ વિશ્વની ઉત્પતિ થઇ છે. મા તુંજ વિશ્વની જનની છે,

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે !

શકિત ઉપાસનામાં માનનારા શાકત લોકો સર્વવ્યાપી પરમ શકિતને 'મા' એવુ નામ આપીને તેમની ઉપાસના કરે છે., અને શકિત ઉપાસના દ્વારા ઉપાસકની આધ્યાત્મિક ઉન્નતિ અને મુકિત થાય છે.

જગતજનની મા જગદંબાના મૂખ્ય ગુણો સર્વશકિતમાતા, સર્વવ્યાપિતા અને અનંત દયા છે.

હે ! દેવી ! સૂર્ય, અગ્નિ, ચંદ્ર, જળ આકાશ, પૃથ્વી, વાયુ, અને ચિદાત્મરૂપે પણ તમે જ છો આપની સંજ્ઞાસ્ફુર્તિ વિના કોઇપણ પર્દાથ કે પ્રકાશ અસ્તિત્વમાં જ આવી શકે એમ નથી.

આથી આ સમગ્ર વિશ્વમાં જે કોઇ પણ પ્રાણી પદાર્થ, વસ્તુ-સ્થિતિ કે પદ-પદાર્થ વગેરે છે તે આપનું સંવિત સ્વરૂપ છે.

હે ! વિશ્વેશ્વરી ! શ્રુતિઓને પણ તમારો મહિમા અગમ્ય છે, અને વેદશાત્રાદિ પણ તમારા મહિમાનો પાર માની શકતા નથી. આપ આવા અપાર મહિમાવાળા છો, તો પણ હે ! ભવાની હું આપની સ્તુતિ કરવા ઇચ્છુ છું તેને માટે આપ મને ક્ષમા કરજો, કેમ કે હે ! અનંત ઐશ્વર્યોના ભંડાર સ્વરૂપ માત અંબે ! અરે ! હું આપનો થોડો પણ મહિમા જાણીને મુગ્ધ થયું ગયો છું.

હે ! દેવી ! આપ મારા ગુરૂ મારૂ કલ્યાણ અને મારી શકિત પણ તમે જ છો મારા માતા અને પિતા પણ તમે જ છો.

મારી વિદ્યા બુધ્ધિ, ગતિ અને મતિ પણ તમે  જ છો, એટલું જ નહિં પણ હે ! ભવાની ! મારૂ સર્વસ્વ પણ આપ જ છો.

ન તા તો, ત માતા , ન બંધુર્ન દાતા

ન પુત્રો ન પુત્રી, ન ભૃત્યો ન ભર્તા

ન જાયા ન વિદ્યા ન વૃતિ મે મૈવ,

ગતિસત્વ, ગતિ સ્ત્વ ત્વમેકા ભવાનિ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(8:48 am IST)