વિવિધ વિભાગ
News of Monday, 11th December 2017

ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે...મજાક અને એક હાસ્યરસ

લાખો લોકો ધ્યાનથી એટલે ચૂકી જાય છે કેમ કે એના દ્વારા ધ્યાનના મૂળ  અર્થથી ભિન્ન કોઇ ખોટો અર્થ જોડી લીધો હોય છે.એ બહુ ગંભીર છે, અંધકારમય છે, એમાંથી કોઇક વાત ચર્ચ અને મઠોની છે એવું લાગે છે કે ધ્યાન માત્ર એ લોકો માટે છે, જે મુરદા જેવા લગભગ મરેલા જેવા હોય, જે ઉદાસ અને ગંભીર હોય, જેના ચહેરા લટકેલા લાંબા હોય, જે ખુશી મનાવવી, હસી-મજાક, રમતિયાળ હોવાની ભાવના અને ઉત્સવ બધુજ ભૂલી ચૂકયા છે એ બધા તો ધ્યાનના ગુણ છે. ધ્યાનથી ભરેલો વ્યકિત વાસ્તવમાં રમતિયાળ હોય છે, એના માટે જીવન એક મજાક હોય છે.

જીવન એક ખેલ જ છે, લીલા છે. એ એનો બહુ આનંદ લે છે એ ગંભીર હોતા નથી, ચિંતામુકત કે આરામપૂર્ણ હોય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(2:17 pm IST)