વિવિધ વિભાગ
News of Thursday, 7th December 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે.. પારદર્શિતા

એકવાર તમે સમજી લો કે ધ્યાન શું છે પછી વાત સ્પષ્ટ થઇ જાય છે. બાકી તમે અંધકારમાં જ ભટકતા રહી શકો છો.

ધ્યાન, મનની દશા નથી પણ એક પારદર્શિતાની છે. સ્થિતિ છે. મન તો ગુંચવણ છે, ભ્રમ છે મન કયારેય સાફ હોતું જ નથી તે હોઇ જ ના શકે વિચારો તમારી ચારે-બાજુ વાદળોનું સર્જન કરી દે છે એ સૂક્ષ્મ વાદળ છે. એના દ્વારા એક ધુંધળાપણું ઉત્પન્ન થાય છે અને પારદર્શિતા ખોવાય જાય છે. જયારે વિચારો અદ્રશ્ય થઇ જાય છે. જયારે તમારી ચારે બાજુ વાદળો ઉમડતા નથી, જયારે તમે સ્વાભાવિક રૂપથી પોતાનામાં સ્થિર હોય ત્યારે પારદર્શિતા ઘટે છે. ત્યારે તમે બહુ દુર સુધી, અસ્તિત્વની સીમા સુધી તેને જોઇ શકો છો, ત્યારે તમારી દ્રષ્ટિ, અસ્તિત્વના કેન્દ્ર સુધી પ્રવેશ માટે યોગ્ય બની જાય છે.

ધ્યાન પાર દર્શિતા છે, દ્રશ્યની પરિપૂર્ણ પાર દર્શિતા તમે તમારા વિશે વિચારી શકતા નથી. તમારે વિચાર કરવાનું છોડી દેવું પડે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(8:57 am IST)