વિવિધ વિભાગ
News of Monday, 13th November 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે.. જાગૃત થાવુ

જે પણ કાંઇ કરો, તેને ઉંડી જાગૃતતાથી કરો. માત્ર નાનીનાની ચીજો પણ પવિત્ર બની જાય છે. ત્યારે ભોજન બનાવવું અને સફાઇ જેવા કામ પણ પવિત્ર અને પૂજા બની જાય છે.પ્રશ્ન એ નથી કે તમે શું કરી રહ્યા છો, પ્રશ્ન એ છે કે તમે એ કેવી રીતે કરી રહ્યા છો?

તમે એક યંત્રવત જમીન સાફ કરી રહ્યા હો, એ એક યાંત્રીક થાશે, તમારે એને સાફ કરવી છે એટલે એને સાફ કરી રહ્યા છો. ત્યારે તમે કોઇ સુંદર વસ્તુથી ચૂકી જાશો, ત્યારે તમે એ ક્ષણોને માત્ર જમીનની સફાઇ કરવામાં બરબાદ કરી દેશો. જમીન તો સાફ થઇ ગઇ, પરંતુ કોઇ વાત જે તમારી અંદર ઘટિત થઇ શકતી હતી, એ ઘટી નહિ જો તમે જાગૃત રહેલ, તો ન માત્ર જમીન સાફ થાત પરંતુ તમે પણ ઉંડાઇપૂર્વક સફાઇનો અનુભવ કર્યો હોત પૂરા હોશથી ભરાઇને સંપૂર્ણ જાગૃતતાથી જમીન સાફ કરો.

કામ કરો, ક ે બેસો કે ચાલો, પરંતુ એક વાત નિરંતર એક ધાગા જેવી બની રહે, કે પોતાના જીવનના અધિકથી અધિક ક્ષણોમાં તમારે જાગૃતતાથી પ્રકાશિત કરવાનો છે. પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક કૃત્યમાં તમારે હોશની જયોત જલતી જ રહે. જે બધાનો સામૂહિક પ્રભાવ હશે, તે જ બુધ્ધત્વ છેબધી ક્ષણોનો એક સાથે સામૂહિક પ્રભાવ પડશે, બધી નાની-નાની દિપ-જયોતિઓ સાથે-સાથે પ્રકટ થશ, તો એ મહા પ્રકાશનો એક સ્ત્રોત બની જશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભાવના સેચ ચંદારાણા

(માં દેવ અમૃતા)

 

(9:25 am IST)