Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પ્રાર્થના

''પ્રાર્થના એ એવુ કઇ છે જે તમારે તમારી અંદર અનુભવવાનું છે એવો અભીગમ અપનાવો લોકો સંપૂર્ણપણે ભૂલી ગયા છે કે પ્રાર્થનાનો મતલબ શું છે.''

હકીકતને બાળકના હૃદયની જેમ જાણવી એ પ્રાર્થના છ-ગણતરી કરીને નહી, લુચ્ચાઇથી નહી, પૃથ્થકરણ-કરીને નહી પરંતુ સંપૂર્ણપણે ચકીત થઇને, લાગણીઓથી ભરપુર આશ્ચર્ય સાથે ? તમરી આસપાસના રહસ્યનો અનુભવ છે. કઇ જ છુપાયેલાનો અનુભવ કે વસ્તુઓ જેવી દેખાય છે. તેવી છે નહી તે જાણવાની વીધી છે.કે દેખાવ ફકત બહારથી જ છે.દેખાવ-ઉપરાંત પણ કઇક મુલ્યવાન છુપાયેલું છે.

જયારે બાળક પતંગીયા પાછળ દોડે છે તે પ્રાર્થનામય છેઅથવા તે અચાનક જયારે રસ્તા ઉપર આવે છે. અને ફુલને જુએ છે--એક સામાન્ય ઘાસનું ફુલ પરંતુ બાળક ખુબ જ ગહન આશ્ચર્યથી ઉભુ રહી જાય છે. અથવા તો તે જયારે સાપને જુએ છે અને આશ્ચર્ય અનુભવેછે. ઉર્જા અનુભવે છે. દરેક પળ કઇક-આશ્ચર્ય લઇને આવે છે.બાળક કાંઇપણ વસ્તુને હળવાશથી લેતું  નથી, આ જ પ્રાર્થનાનો અભીગમ છે.

કયારેય કાંઇપણ વસ્તુને હળવાશથી ના લો એકવાર તમે બધી વસ્તુઓને હળવાશથી લેવાની શરૂઆત કરશો તો તમે સ્થીર થઇ જશો તમારી અંદરનું બાળક ખોવાઇ જશે તમારૂ આશ્ચર્ય મરી જશે અને જયારે હૃદયમાં કોઇ આશ્ચર્ય  નહી હોય તો કોઇ પ્રાર્થના થઇ જ ના શકે પ્રાર્થનાનો અર્થ જીવન એટલું ગુઢ છે કે તેને- સમજવાનો કોઇ રસ્તોજ નથી તે સમજણથી પર છે. આપણા બધા જ પ્રયત્નો વ્યર્થ છે. અને આપણે જેટલું વધારે જાણવાની કોશીષ કરીએ છીએ તેટલું જ વધારે જાણીના શકાય તેવું લાગે છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:32 am IST)
  • હવે કોરોનાથી ફેફસાને નહિ થાય નુકશાન : ભારતીય મૂળના ડોકટરે શોધ્યો કોરોના વાયરસનો ઈલાજ : ભારતમાં જન્મી અને ટેનેસીની સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં કાર્યરત ડો, તિરુમલા દેવી કનનેગતિએ આ સબંધિત એક અભ્યાસ જર્નલ સેલ ઓનલાઇન સંસ્કરણમાં પ્રકાશિત કર્યો : તેણીએ ઉંદર પર સંશોધનમાં જાણ્યું કે કોરોના થવા પર કોશિકાઓમાં સોજાને કારણે અંગોને બેકાર થવાનો સબંધ હાઇપરઇન્ફ્લેમેટરી પ્રતિરોધ છે જેનાથી મોત થાય છે access_time 11:50 pm IST

  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST

  • દિલ્હીમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા મોટી માત્રામાં વધારી દેવાઈ : પ્રથમ વખત, દિલ્હીમાં કોરોનાના પરીક્ષણ માટેના આધારભૂત ગણાતા "આરટી-પીસીઆર" ટેસ્ટની સંખ્યા રેપીડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યાને વટાવી ગઈ છે. access_time 1:32 pm IST