Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

મત બાંધવો

''મત બાંધવાનું બંધ કરો તે એક એવો રોગ છે જે તમને કયારેય શાંત થવા નહી દે.''

જયારે તમે કોઇ મત બનાવો છો ત્યારે તમે વર્તમાનમાં રહી સકતા નથી-તમે હંમેશા તુલના કરો છો, હમેશા આગળ અથવા પાછળ જાઓ છો પરંતુ કયારેય વર્તમાનમાં રહેતા નથી કારણ કે અત્યારે અને અહી રહેવુ ખૂબજ સરળ છે તે સારૂ પણ નથી અને ખરાબ પણ નથી અને વધારે સારૂ છે તેવું કહેવાનો કોઇ રસ્તો જ નથી કારણ કે તુલના કરવા માટે ત્યા કઇ જ નથી.

અહંકાર તેને માપવાનો સરળ રસ્તો છે અહંકાર મહાન સુધારક છે તે સુધારા ઉપર જીવે છે તે તમને સતત ત્રાસ આપશેઃ ''સુધારો કર,સુધારો કર'' અને ખરેખર સુધારવા માટે કઇ છે જ નહી. 

જયારે પણ કોઇ નીર્ણય મનમાં આવે તેને ત્યા જ છોડી દો છોડી દો તે એક આદત છે તમારી જાતને બીનજરૂરી ત્રાસ ના આપો.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:21 am IST)