Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

આવક વેરામાં પાન કાર્ડના છેલ્લા બે અક્ષરોથી ઓળખ મળે છે : તમામ કરદાતાઓએ ઇન્કમટેક્ષ રીર્ટન ભરવું જરૂરી છે

(૧) આવકવેરા કાયદા મુજબ તેમજ તમામ નાણાકીય વ્યવહારો માટે ઇન્કમટેક્ષ પાનકાર્ડની જરૂરિયાત દરેક જગ્યાએ રહે છે. આ પાનકાર્ડ દશ અક્ષરોમાં હોય છે. જેમાં પ્રથમ પાંચ અક્ષરો અંગ્રેજીના એબીસીડી ઉપરથી હોય છે. જેમાં છેલ્લા બે અંગ્રેજીના અક્ષરોમાં ઇન્કમટેક્ષ મુજબ કરદાતાનો હોદ્દો હોય છે. (Status) તથા નામ અથવા અટકનો અક્ષર હોય છે.

(ર) સામાન્ય રીતે આવકવેરામાં ૬ હોદ્દાઓ હોય છે.

૧. વ્યકિત (person - individual)    એટલે P

૨. પેઢી (Partnership Ferm)    એટલે F

૩. પબ્લીક - પ્રાઇવેટ લી. કંપની એટલે C

૪. પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટો      એટલે T

૫. હિન્દુ અનડીવોર્સડ ફેમીલી    એટલે H

૬. એશોસિએશન ઓફ પર્સન    એટલે A

(ફલેટ ઓનર્સ એશોસિએશન, પ્રાઇવેટ ટ્રસ્ટો વગેરે)

આમ તમામ પાનકાર્ડમા ચોથો અક્ષરકરદાતાનો હોદ્દો દર્શાવે છે.  જયારે પાંચમો અક્ષર નામનો અક્ષર આવે છે.

(૩) આમ આપણે નામ ઉપરથી કઇ રીતે Pan Card કઢાય છે તે જોઇએ.

પ્રથમ  ત્રણ અક્ષરો દાખલા માટે ABC લખેલ છે. ચોથા નંબરમાં હોદ્દો એટલે કે STATUS આવશે જયારે પાંચમા નંબરમાં નામનો પ્રથમ અક્ષર આવશે.

૧)  પરસોતમ પીપળીયા (વ્યકિત) (Person) ABCPP 1234C

     છેલ્લા બે અક્ષરો : P=Person તથા P= પરસોતમ

ર)  અજય ટ્રેડર્સ  (પેઢી ફર્મ) ABCDFA 1234C

     છેલ્લા બે અક્ષરો : F=Firm તથા A= અજય ટ્રેડર્સ

૩)  અભય ગણાત્રા HUF ABCDHA 1234C

     છેલ્લા બે અક્ષરો : H=HUF તથા A= અભય

૪)  એશોસિએટ પ્રાઇવેટ લી.(કંપની) ABCDCA 1234C

     છેલ્લા બે અક્ષરો : C=  કંપનીતથા A= એશોસિએટ કંપની

૫)  જાગનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (ચેરીટેબલ ટ્રસ્ટ) ABCCJ 1234C

     છેલ્લા બે અક્ષરો : C= ચેરીટેબલ ટ્રસ્ટ તથા J= જાગનાથ

૬)  ગ્લોરીયસ ફલેટસ (AOP) ABCAG 1234C

     છેલ્લા બે અક્ષરો : A=AOP  કંપનીતથા G= ગ્લોરીયસ ફલેટ

(૪) ઉપરોકત તમામ હોદ્દેદારોએ આવકવેરા કાયદા મુજબનો તેમની નેટ આવક કરને પાત્ર બનતી હોય તો ફરજીયાત ઇન્કમટેક્ષ રીટર્ન ભરવુ જરૂરી છે. જેમા વ્યકિત (individual)  માટે રૂ.પાંચ લાખથી વધુ આવક હોય ત્યારે, (પછી ભલે તે વ્યકિતએ કરરાહત માટે રોકાણ કરેલ હોય અને તે ટેક્ષને પણ ન હોય પણ ગ્રોસ આવક કરને પાત્ર રૂ. પાંચ લાખથી વધુ હોય) તેમજ અન્ય સ્ટેટસમાં HUF, AOP, કો.ઓપ. સોસાયટીઓએ નેટ આવક રૂ.૨,૫૦,૦૦૦ કરતા વધુ થતી હોય તો પાનકાર્ડ લઇને ફરજીયાત રીટર્ન ભરવુ ફરજીયાત છે.

આમ દરેક પાનકાર્ડમાં ચોથો અક્ષર આવકવેરા પ્રમાણે હોદ્દે (સ્ટેટસ) આવશે. જયારે પાંચમો અક્ષર પાનકાર્ડમાં નામનો પ્રથમ આલ્ફાબેટીક અક્ષર આવશે. જયારે પ્રથમ ત્રણ અંગ્રેજીના શબ્દોમા ભારતનું કયુ રાજય તથા શહેર છે. તેનો પણ આવકવેરા ખાતાએ સમાવેશ કરેલ છે.

પ) નાણાકીય ધારા (નં.ર)  ૨૦૧૯ થી કલમ ૧૩૯ એ એ માં સરકાર દ્વારા સુધારો કરી બે પાનકાર્ડ તથા આધારકાર્ડ તમામ બેંકો, ઇન્કમટેક્ષ રીટર્ન  તથા કંપનીના શેર માટે ડીમેટ એકાઉન્ટ વગેરે તમામ જગ્યાએ ફરજીયાત લીંક કરવાનુ જણાવેલ છે. આમ પાનકાર્ડ નંબર  (કાયમી નંબર) તથા આધારકાર્ડના આંકડાથી તમામ વ્યકિતની ઓળખાણ એકબીજા સાથે મેળવાશે. એટલે કે ચેક થશે. પાનકાર્ડમાં લખેલ વિગત આધારકાર્ડ સાથે સરખામણી કરી શકાશે. તે ઉપરાંત પાનકાર્ડમાં ફકત વ્યકિતનું નામ તેમજ તેના પિતા - પતિનું નામ જ આવે છે કે  HUF તથા જન્મતારીખ અથવા શરૂઆત થયેલ છે. તેનો નિર્દેશ થાય છે. જયારે આધારકાર્ડમાં વ્યકિતના હોદ્દા ઉપરાંત તેનું સંપુર્ણ એડ્રેસ તથા મોબાઇલ નંબર પણ હવે છાપવામાં આવે છે. જેથી વ્યકિતની પુરેપુરી માહિતી આવે છે.

૬) બેંકો અથવા પોસ્ટઓફીસ વગેરે જગ્યાએ વ્યકિતગત કરદાતાએ ફોર્મ નંબર ૧૫ એચ અથવા ૧પ જીમાં હવે તેમની તમામ બેંકો - પોસ્ટ ઓફીસમાં રોકાણ કરેલ રકમ દર્શાવવાની હોય છે. જો ન દર્શાવે તો પાનનંબર ઉપરથી બધી જ વિગત આવકવેરા ડીપાર્ટમેન્ટમાં આવી જાય છે. કારણ કે દરેક બેંકો - P.O. ડીપોઝીટરોનો પાનકાર્ડ તેમજ આધારકાર્ડ લીધા પછી જ ફીકસ ડીપોઝીટ સ્વીકારે છે અને તેની વિગત આપોઆપ આવકવેરા વિભાગના કોમ્પ્યુટરોમા પણ આવી જાય છે. આમ હવે કોમ્પ્યુટરો તથા નવા પ્રોગ્રામ આવવાથી કોઇપણ વિગત છુપાવી શકાતી નથી.(૨૧.૩)

: આલેખન :

નીતીન કામદાર

ચાર્ટડ-એકાઉન્ટન્ટ

૭/૯ પંચનાથ પ્લોટ, રાજકોટ

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

Email : info@nitinkamdar.com

(10:21 am IST)