Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ત્રણ જનરલ ઇન્સ્યુરન્સ સરકારી કંપની તથા ત્રણ બેંકોનું

ખાનગીકરણ થવાથી રાતોરાત વહીવટમાં તથા નફામાં ફેરફાર થશે ?

નાણામંત્રીએ ગયા વર્ષે ત્રણ જનરલ ઇન્સ્યુરન્સ ભેગી કરી એક કરવાનું નક્કી કર્યું. જેમાં ઓરિઅન્ટ ઇન્સ્યુરન્સ, નેશનલ ઇન્સ્યુરન્સ તથા યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કંપની આ ત્રણેય જનરલ ઇન્સ્યુરન્સ એક કરી ત્યારબાદ એક થયેલ વિમા કંપનીને શેરબજારમાં તેનું લીસ્ટીંગ કરાવી પ્રીમીયમથી તેનો ઇસ્યુ બહાર પાડવો. ૨૦૧૮-૧૯માં તેમનું કુલ પ્રીમીયમ અંદાજે ૮૫૦૦૦ કરોડ કરતા વધુ હતું અને જનરલ ઇન્સ્યુરન્સમાં તેમનો હિસ્સો લગભગ ૩૫%થી ૪૦% રહેલ. આ વિધિ અત્યારે ચાલુ જ છે. દરમિયાન ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની તથા જનરલ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું શેરબજારમાં અગાઉ લીસ્ટેડ થઇ ગયેલ છે.

ચાલુ વર્ષે સરકાર લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનને પણ પ્રીમીયમથી શેરબજારમાં લીસ્ટીંગ કરાવવાનું વિચારે છે. તેમજ કોઇપણ ત્રણ નેશનલાઇઝ બેંકને મર્જર કરી તેનું પણ લીસ્ટીંગ કરાવવા ઇચ્છે છે. આમા ત્રણ બેંક મર્જર કરે અથવા - તેઓ દરેકને પ્રીમીયમથી લીસ્ટીંગ કરાવી સરકારનો હિસ્સો ઘટાડવા ઇચ્છે છે. આ સરકાર પોતાનો હિસ્સો ઘટાડી કરોડો રૂપિયા એકઠા કરી. બજેટની ડેફીસીટ પૂરી કરવા ઇચ્છતું હોય તે સ્પષ્ટ છે.

એક તરફ મોંઘવારી વધતી જાય છે. સરકારી વહીવટ ખર્ચાઓ દિન-પ્રતિદિન વધતા જ જાય છે. ઇન્સ્યુરન્સ કંપનીઓ, બેંકોના કર્મચારીઓને ઊંચા પગાર અન્ય સવલતો તેમજ અનેક રજાઓ તથા કામનું ભારણ એકદમ ઓછું તે હવે ખાનગીકરણ થવાથી થોડો ફેરફાર થશે પરંતુ સંપૂર્ણ કાર્યદક્ષ વિમા કંપનીઓ બનવામાં હજુ બીજા ૧૦ વર્ષ થઇ જશે. પરંતુ અત્યારે સરકાર ઉપરોકત કંપનીને શેરબજારમાં લીસ્ટીંગ કરાવી કરોડોની રકમ એકઠી કરી લેશે.

નિતીન કામદાર (CA)

મનાલી કામદાર (CA)

નિતિન કામદાર એન્ડા કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 

૬/૯ પંચનાથ પ્લોટ, પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ પાછળ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮ / ૯૪૨૮૨ ૬૯૫૮૩

ઓફિસ : (૦૨૮૧) ૨૨૨૭૬૮૮

info@nitinkamdar.com

(10:26 am IST)