Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નોરતુ ૧ લું: યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

નવરાત્રી પર્વમાં તપ સાધના

સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાયંસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે

નવલી નવરાત્રીમાં જીવનમાં શુદ્ધિ પવિત્રતા અને તપ સાધના કરવામાં આવે તો જગત જનની આદ્યશકિતમાં અતિપ્રસન્ન થાય છે.

નવરાત્રીના નવેય દિવસ ભકતજન પૂજા પ્રાર્થના કેઅનુષ્ઠાન કરી શકેછે. સાથોસાથ સાધનાત્મક પુરૂષાર્થ પણ કરી શકે અને સાધનાત્મક પુરૂષાર્થમાં નવરાત્રી સાધનાનું વિશેષ મહત્વ રહેલું.

કોઇપણ સાધનાનો મૂળ ઉદેશ માનવીય વ્યકિતત્વની શુદ્ધિ માટેનો જ હોય છે. આ સિદ્ધાંત આપણા વ્યકિતત્વની શુદ્ધિ પર પણ લાગુ પડી શકે.

આપણા પુરાણા કર્મો, પૂર્વ જન્મના કર્મોના નિવારણની તથા શુદ્ધિની વ્યવસ્થા કરવામાં આવે છે. પરમકૃપાળુ મા જગતજનની પાસે ખરાબ કર્મો અને પાપોની માફી માગવી પડે.

કર્મોના નિવારણ અર્થે પ્રાયશ્ચિત તપ વિધાનથી રંગવાનો અર્થ યોગ સાધના તથા જપ, તપ દ્વારા શુદ્ધિ એવો થાય છે. અને પછી જ જગતજનનીમાનો રંગ અધ્યાત્મનો રંગ આપણી પર ચડી શકે.

વ્યકિતત્વની સફાઇ જે નવરાત્રી સાધનાનો મૂળ ઉદેશ્ય છે. આપણું કામ આપણા દ્વારા પહેલા કરેલા કુકર્મોનું પ્રાયશ્ચિત કરવાનું છે.

એકવાર આપણે ખરાબ કર્મોથી મુકત બનીએ પછી શ્રેષ્ઠ માર્ગે ચાલવાનું પ્રણ લઇને એ માર્ગ પર આગળ વધીએ.

નવરાત્રી સાધનાના નવ દિવસ માટે સાધક ઇચ્છે તો પરમ પૂજય ગુરૂદેવે ગાયત્રી મહાવિજ્ઞાનમાં બાર તપ વર્ણવેલા છે. એમાંથી એકાદ પસંદ કરી અમલમાં મૂકી શકાય.

આ તપમાં અસ્વાદ વ્રત, તિતિક્ષા તપ કર્ષણ તપ, ઉપવાસ, ગવ્યકર્લ્ય તપ પ્રદાતત્વ તપ, નિષ્કામ તપ, સાધના તપ, બ્રહ્મચર્ય તપ,ચાંદ્રાયણ તપ, મૌન તપ, તથા અર્જન તપ, આવે છે

આમાંથી એકાદ પસંદ કરીને નવરાત્રી પર્વ દરમ્યાન પાળવું જોઇએ.

સાધનાત્મક પુરૂષાર્થમાં તેની તુલના લોકકલ્યાણના કાર્યો સાથે કરવામાં આવે છે એનો ઉદેશ ઋણમાંથી મુકત કરવાનો છે. સમાજનું ઋણ આપણા પર છે એ ઋણમાંથી મુકત થવું આજે પ્રાયશ્ચીત તપ સાધના કહેવામાં આવે છે. ધ્યાનથી જોઇએ તો આ ભાવ સાથે કરેલી તપ, સાધના આપણા જીવનમાં પવિત્રતા પરિશોધન અને શુદ્ધિ આ ત્રણેય ઉદેશ્યો પૂર્ણ કરે છે.અને આપણો આંતરીક કાયાકલ્પ થાય છે.

જયંતિ મંગલ,કાલી, મ કાલી કપાલિની દુર્ગાક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધાન મોડસ્તુતેII

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:00 am IST)