Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

એકાગ્રતાથી કથા શ્રવણ

 કથામૃત શ્રધ્ધા પ્રેમ ભાવ સમજ અને એકાગ્રતાથી લેવામાં આવે તો આસકિતમાંથી મુકત થવાનો માર્ગ મળે છે દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે.

કલીયુગમાં અધ્યાત્મ માર્ગેે જવા આપણને બે અમૃત પ્રાપ્ત થયા છે. આ અમૃત મળવા સહજ અને સરળ છે. શ્રધ્ધાથી નિયમીત તેનું રસપાન થાય તો જીવન સુધરે અધ્યાત્મ માર્ગે જવાની ઝડપ વધે.

આ બે અમૃત એટલે કથામૃત અને નામસ્મરણમૃત ઘેર બેસીને નિયમીત તેનું અમૃતપાન કરી શકાય.

ઘરમાં બેસીને અર્ધો કલાક કલાક શાંતીથી શ્રીમદ ભાગવત રામાયણ વગેરે કથાનું એકાદ પાનુ શ્રધ્ધા અને પ્રેમપુર્વક વાંચી શકાય.આમ પંદર કે વીસ મીનીટ નામ સ્મરણ જપ કરી શકાય જેમ જેમ રસ રૂચી શ્રધ્ધા વધે તેમ તેમ તેમાં સમય વધારી શકાય.

જેમ જ્ઞાનીઓને સમાધીમાં જે આનંદ મળે છે તેવો જ આનંદ કથામૃત દ્વારા પણ પ્રાપત કરી શકાય પરંતુ આ માટે જરૂર છે શ્રધ્ધા વિશ્વાસ રસ એકાગ્રતાનકી કથામાની પ્રભુલીલા પ્રત્યક્ષ થઇ રહી છે તેવા ભાવ સાથે કથા વંચાય તો મનમાં આનંદ પ્રગટે આત્માની ભુખનું નામ, ઉપાસના છે. અધ્યાત્મની એક શબ્દમાં જો વ્યાખ્યા કરવામાં આવે તો એને ઉત્કૃષ્ટ ભાવના કહી શકાય.

સંતનો મતલબ છે. પુરૂષાર્થી ત્યાગી અને તપસ્વી.

બીજાઓ સાથે એવી ઉદારતાથી વર્તો જેવી રીતે પરમ કૃપાળુ પરમાત્મા તમારી સાથે ઉદારતાથી વર્તે છે. ઇમાનદારીએ સર્વશ્રેષ્ઠ જીવન નીતી છે.

એમ કહેવાય છે કે કથા સાંભળી ફુટયા કાન તોયે ન આવ્યુ બ્રહ્મજ્ઞાન, કથા સાંભળી એને કહેવાય કે સાંસારીક વ્યથા ભુલી શાંતી મળે કથાથી સાંસારીક તાપ સંતાપનો થાક ઉતરે તો જ ખરૂ.

કથા શ્રવણથી ગાંઠો છુટવી જોઇએ. (૧) સ્ત્રી પત્યેની આશકિત, (ર) પતિ-પત્ની અરસપરસની આશકિત (૩) પિતા-પુત્રની આશકિત (૪) પૈસા દ્રવ્ય પ્રત્યેની આશકિત (પ) કુટુંબ પ્રત્યેની  આશકિત  (૬) ધરતી આશકિત જો કે એનો અર્થ એવો નથી કે સાંસારીક સબંધોની ઉપેક્ષા કરવી. પરંતુ સંસાર સંબંધો વ્યવહારમાં સમજ કેળવવી સંસાર વ્યવહારની પ્રત્યેક ફરજ બજાવવી.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:31 am IST)