Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સાચો કર્મયોગ ત્યાગીને ભોગવો

જીવન સંસ્કારના કે મોક્ષ પ્રાપ્તિના મુખ્ય ત્રણ માર્ગો છે-કર્મમાર્ગ, જ્ઞાન માર્ગ અને ભકિત માર્ગ, જયાં સુધી મન, બુદ્ધિ અને હૃદયનું કર્મ, જ્ઞાન, અને ભકિત સાથે જોડાણ ન થાય ત્યાં સુધી આ ત્રણેયમાં નિપૂણતા કે કુશળતા પ્રાપ્ત  નકરી શકાય.

જે તે માર્ગસાથેસંકળાયેલ કર્મમાં કુશળતા કેળવવી એ જ યોગ-યોગ કર્મસુ-કૌશલય આપણા મન-મસ્તિક, હૃદય અને હાથપગ નિષ્કામ કર્મયોગ ભકિત યોગ, અને જ્ઞાન યોગથી કસાયેલ થાય તો જીવનમાં 'સ્વર્ગ'ની સુગંધ ભળે.

જીવનમાં પૂર્ણતા સધાય આમ ભગવાન શ્રીકૃષ્ણે ભકિત કર્મ જ્ઞાનને યોગની કક્ષાએ લઇ જઇને એમણે બીજા પણ અનેક યોગ શીખવ્યા.

ભગવત ગીતા પ્રમાણે આસકિતનો ત્યાગ અને સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવ  એ જ ક્ષમતા અને આવી ક્ષમતા પણ યોગ છે.ક્ષમતાનો સાધક સાચો યોગી ગણાય ક્ષમતા વાન હંમેશા સર્પ પ્રત્યે સમદર્શી હોય છે. કર્મ, ભકિત, જ્ઞાન ધ્યાન, બુદ્ધિ વગેરે સાથે ચિત્ત પૂર્ણરૂપે જોડાય તો તે યોગ કહેવાય.

હૃદય વિકાસ જ્ઞાન વિસ્તાર અને કૌશલ્ય કેળવણી એટલે પૂર્ણ જીવન.

ગીતામાં આ બધી બાબતોનો વિચાર થયો છે. ગીતા તો પૂર્ણ યોગ છે અનાસકત ચિત્ત હોય તો આ ત્મૈકયની અનુભૂતિ થાય તો માનવી શાંતિ અને સમર્થ્ય પ્રાપ્ત કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, તું તારા કર્મ અવશ્ય કર...ા તો બીજીબાજુ કર્મના ત્યાગ કરવાનું પણ કહે છે, એટલે કે, કર્મના ફળની આસકિતનો ત્યાગ.

કર્મના ફળ એકલો ભોગવું એવી વૃત્તિ આસકિત પરંતુ આવી આસકિત વિના કરાતુ કર્મ એટલે નિષ્કામ કર્મ...ા નિત્કામ કર્મ જ પોતાનું કલ્યાણ કરે છે. અને બીજાનું પણ હિત કરે.

ત્યાગીને ભોગવો એવી વૃત્તિથી કરાતું કર્મ ગીતાની પરિભાષામાં યજ્ઞ-કર્મ છે અને આ જ સાચો કર્મ યોગ છે. આવો કર્મયોગી પોતાના કર્મોના ફુલ પરમાત્માને ચરણે ધરીને સાચી પૂજા કરેછે.અને પરમાત્માનો પ્યારો બને છે. એમ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:25 am IST)