Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

અંધકારમાં જોવું

''કયારેક તમે રૂમની અંદર જાવ છો તો તમને અંધકાર દેખાય છે પરંતુ પછીતમે બેસીને થોડો આરામ કરો છો તો ધીમે-ધીમે અંધકાર અદ્દશ્ય થઇ જાય છે રૂમ પુરી રીતે પ્રકાશથી ભરેલો છે. કઇ બન્યુ છે. એવુ નથી. ફકત તમારી આંખો અંધકારમાં જોવા માટે ટેવાઇ ગઇ છે.''

એવુ કહેવાય છે કે ચોરોને અંધકારમાં બીજા લોકો કરતા વધારે સારૂ દેખાય છે કારણ કે તેઓને અંધકારમાં કામ કરવાનું હોય છે. તેઓને અજાણ્યા ઘરોમાં દાખલ થવાનું હોય છે અને દરેક પગલે જોખમ હોય છે તેઓ કદાચ કોઇ ઉપર ગબડી શકે છે ધીમે-ધીમે તેઓ અંધકારમાં જોતા થઇ જાય છે. તેથી ડરો નહી ચોર જેવા બનો.

આંખો બંધ કરીને બેસો અને શકય તેટલુ ઉંડાણપૂર્વક અંધકારમાં જુઓ તેન ેતમારૂ ધ્યાન બનવા દો.

દરરોજ ત્રીસ મીનીટ માટે ખૂણામાં બેસી જાઓ, તમારી આંખો બંધ રો અને અંધકાર ઉત્પન્ન કરો જેટલો અંધકાર તમે કલ્પના કરી શકો એટલો-અને પછી તે અંધકારમાં જોવાની કોશીષ કરો જો તે અઘરૂ હોય તો એવું વિચારો કેએક કાળા કલરનું બોર્ડ તમારી સામે છે, ખૂબજ અંધકારમય તરત જ તમે વધારે અંધકારની કલ્પના કરવામા શકતીમાન બની જશો તમનેખૂબ જ આશ્ચર્ય થશે કે જેટલું વધારે તમે અંધકારમાં જોશો તેટલી તમારી આંખ વધારે તે થઇ જશે.

અને જો ત્યા ડર લાગેતો લાગવા દો ખરેખર વ્યકિતએ તેને પણ માણવો જોઇએ તેને ત્યા રહેવા દો જો ડર તમારી અંદર-કંઇક કંપન ઉત્પન્ન કરેતો તેને થવા દો જેટલું શકય હોય તેટલું ડરો ડરને તમારા ઉપર છવાઇ જવા દો અને જુઓ તે કેટલો સુંદર છેતે લગભગ સ્નાન કરવા જેવું છે બધો જ મેલ ધોવાઇ જશે. જયારે તમે તે કંપનીમાંથી બહાર આવશો તમે વધારે જીવંત અનુભવ કરશો, એક નવી જ ઉર્જાનો જન્મ થશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:08 am IST)