Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

શ્રાવણ સત્સંગ

મહાદેવજીનું ઉગ્ર સ્વરૂપ કાલ ભૈરવ

વેદોમાં પરમ પુરૂષ તરીકે ભોળાનાથ મહાદેવજીનું વર્ણન કરવામાં આવ્યું છે તેઓનું એક ઉગ્રતાવાળુ સ્વરૂપ એટલે કાલભૈરવ છે. મોટા ભાગના મંદિરોમાં કાલ ભૈરવની મૂર્તિ ક્ષેત્રપાળ તરીકે જોવા મળે છે.

તાંત્રિક પધ્ધતિમાં ભૈરવ શબ્દનો અર્થ શિવજીના વિરાટ સ્વરૂપને પ્રતિબિંબીત કરે છે.

સંસ્કૃતમાં ભૈરવનો અર્થ ભયંકર અથવા ભયાનક એવો થાય છે. કાલ ભૈરવને ભગવાન ભોળાનાથના અંશ અવતાર પણ માનવામાં આવે છે.

મધ્ય પ્રદેશમાં ઉજજેનમાં આવેલા કાલભૈરવના મંદિરમાં ભકતો, દ્વારા શરાબનો પ્રસાદ ધરવાની માનતા માનવામાં આવે છે.

સૃષ્ટિની ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારા દેવ સદાશિવ ખુદ છે. તેઓના ભૈરવ સ્વરૂપને સૃષ્ટિના સંચાલક બતાવ્યા છે. અને ભૈરવ પત્ની ભૈરવીને મહિલાઓની રક્ષક તરીકે વર્ણવવા આવ્યા છે.

ચાર હાથ ધરાવતા કાલ ભૈરવના હાથમાં ડમરૂ, પાશ ત્રિશુલ અને ખોપરી જોવા મળે છે.

ભૈરવજીને ઘીનો દીવો લાલ ફુલ, અખંડ નાળીયેર મધ, બાફેલો ખોરાક કે પછી રેસાવાળા ફળ અર્પણ કરી શકાય જયારે ભૈરવ પત્ની ભૈરવીને મહિલાઓની રક્ષક ગણવામાં આવે છે. તે મસ્તક પર ચંદ્ર ધારણ કરે છે. ભૈરવી સાધના માટે મંગળવાર શ્રેષ્ઠ ગણાય છે. તેઓને આંકડાના ફુલ, મધ, ઘીનો દિવો અખંડ નાળીયેર, રેસાવાળા ફળ અર્પણ કરી શકાય છે.

ભૈરવને ભાંગનો ભગવાન ભૈરવને કેટલાય રૂપોમાં પૂજવામાં આવે છે મુખ્યત્વે ભૈરવના આઠ મુખ્ય રૂપ મનાય છે. અને આ રૂપોની પુજા કરવાથી ભગવાન ભકતોની રક્ષા કરે છે અને અને ફળ પ્રદાન કરે છે.

કપાલ ભૈરવ-આ રૂપમાં ભગવાનનું રૂપ ચમકતું છે. તેમની સવારી હાથીની છે કપાલ ભૈરવ એક હાથમાં ત્રિશુલ તથા બીજા હાથમાં તલવાર, ત્રીજામાં શસ્ત્ર અને ચોથા હાથમાં શસ્ત્ર પકડેલું છે તેમના આ રૂપની પુજા કરવાથી કાનુની કાર્યવાહી બંધ થાય છે. અને અટકેલા કામો પુર્ણ થાય છે. ક્રોધ ભૈરવ-ઘેરાલીલા રંગના શરિર વાળા અને તેમને ત્રણ આંખ છે. વાહન ગરૂડ છે અને તેમને દક્ષિણ-પશ્ચિમ દશાના સ્વામી મનાય છેતેમની પુજા અર્ચના કરવાથી બધીજ પરેશાની અને ખરાબ સમયમાં ક્ષમતા પૂર્વક લડવાનું બળ મળે છે.

અસિતાંગ ભૈરવ ગળામાં સફેદ માળા પહેરેલી ત્રણ અસિતાંગ ભૈરવની સવારી હંસ છે તેમની પુજાથી વ્યકિતની કલાત્મક ક્ષમતા વધે છે.

ભગવાન ભૈરવને સદાશિવ ભોળાનાથનું એકરૂપ માનવામાં આવે છે. અને તેમની પુજા પ્રાર્થના કરવાથી ઘણું સારૂ ફળ પ્રાપ્ત થાય છે તેમની પુજા પ્રાર્થનાનું વિશેષ મહત્વ છે.તેઓ તમામ ભકતોની રક્ષા કરે છે.

જીવાત્મા અનેક શરિર ધારણ કરતો રહે છે. અને સૃષ્ટિમાં પંચરણ કરતો રહે છે. પરંતુ પરમાત્માનું કયાંય આવવા જવાનું નથી થતું તેઓ તો સદાય પ્રકાશવાન બની રહે છે આ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા નિશ્ચિત પણે સૌમાં વ્યાપક છે....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:22 am IST)