Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શ્રાવણ સત્સંગ

શિતળા સાતમ-ટાઢી સાતમ

શ્રાવણ વદ સાતમને દિવસે બહેનો શિતળા માતા પાસે પોતાના બળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે. વહેલા જાગે છે. સ્વચ્છ સુઘડ થઇ દિ' આખો ટાઢુ ખાય છે. ચૂલા લીપી ગુંથી તેમાં આંબો રોપી અગ્નિ મુદલ સળગાવતા નથી શિતળા સાતમ એટલે ટાઢી સાતમ.

આગલે દિ' રાંધણ છઠ્ઠ હતી દેરાણી-જેઠાણીએ મધરાત સુધી પૂરી, શાક, થેપલા, પાક પકવાન, મેવા, મીઠાઇ વગેરે જાત જાતની વાનગીઓ રાંધી ખાધી પછી જેઠાણી તો થાકયા પાકયા પોતાને ઘેર જઇ સુઇ ગયા દેરાણી રૂપા ચૂલો સળગતો મુકી સુઇ ગઇ.

કહે છે કે, રાત્રે સુમસામ શાંતિમાં શિતળા માતા ફરવા નીકળ્યા હતા ને ઘેર આવીને ચૂલામાં આળોટવા જતા જ આખા ડીલે દાઝયા....શાપ આપ્યા.... જેવી મને બાળી છે....એવું તારૂ પેટ (છોકરા છૈયા) બળજો....!

રૂપા સવારે જાગી જોયુ તો ચૂલો ભડભડ બળે છોકરો પણ દાઝી જતા પથારીમાં મરેલો પડેલો આવી ઉપાધી જોતા તે સમજી ગઇ કે નક્કી મને શિતળા માતાનો શાપ લાગ્યો છે. ચાલ જાઉ માતાજી પાસે એમ કહીને મરેલો છોકરાને ઉપાડીને ચાલી શિતળા માતા પાસે.

રસ્તે ચાલતા એક નાનકડી વાવ જોઇ વાવનું પાણી એવું કે પીધા ભેગુ જ માણસ મરી જાય, આ બાબતે વાચા થઇ બહેન બહને ! તું શિતળા માતાને પુછજે કે મારા એવા તે શા પાપ હશે, કે મારૂ પાણી પીતાજ માણસ મરી જાય છે.

ભલે બહેન  એમ કહીને રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ મળ્યો તેની ડોકે પથ્થર મોટોડેરો બાંધેલો ડેરો એવો વજન દાર કે હાલતા ચાલતા પગ સાથે ભટકાયા કરેને પગ લોહી લોહાણ કરી નાખે.

આ બળદ સાથે વાતચીત જતા બળદે કહ્યું બહેન શિતળામાને મારા પાપનું નિવારણ પુછતા આવજો બહુ સારૂ કહી રૂપા તો જંગલમાં બોરડીના ઝાડ પાસે આવી રૂપાને જોતા જ બોરડી નીચે બેઠેલા ધરડાખમ માજી માથું ખંજવાળતા બોલ્યા, બહેન કયાં ચાલ્યા ?

મા શિતળાને મળવા મારૂ માથું જોઇ દેશો ?

હા મા, એમાં શું ? કહેતાકને રૂપાએ ડોશીનું માથુ એવું જોઇ દીધું કે માને તો હળવુ ફુલ માથુ થતા ઉંઘ આવી ગઇ.

અને આશિર્વાદ દીધા મારૂ માથુ ઠાયું એવું તારૂ પેટ ઠરજો ! અને સાચેજ મરી ગયેલો એનો પુત્ર આ આશિર્વાદ મળતા જ સાજો સારો થઇ ગયો.

મા-દિકરો ભેટી પડયા ને ડોશીમાએ શિતળામાનું રૂપ ધરી દર્શન દીધા પછી પેલી વાવને અને બળદના દુઃખ પણ દુર કરાવ્યા...!!

શિતળા માતા સૌનું ભલુ કરો સૌનુ કલ્યાણ કરો.....

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)
  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST

  • પાકિસ્તાનની સંસદે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લગતા વટહુકમની મુદત ચાર મહિના સુધી વધારી દીધી છે. વટહુકમથી જાધવને તેમની સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. access_time 10:59 pm IST

  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST