Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

શ્રાવણ સત્સંગ

ભાઇ બહેનનું નિર્દોષ સ્નેહબંધન-રક્ષા બંધન

શ્રાવણી પર્વ એ બ્રાહ્મણના ઋષિત્વના વિકાસનો તહેવાર છે યજ્ઞો પવિત ધારણ કરવુ એ જ્ઞાન અને કર્મને પરિસ્કૃત કરવાની ચેતવણી છે. જે જીવનને ઉદગમ વખતે જ આપી દેવામાં આવી છેઅને તેની ઉપયોગિતા યથાવત બનાવેલ છે.

શ્રાવણી પર્વ નિમિતે જુની જનોઇ બદલાવીને નવી જનોઇ પહેરવાનો સંકલ્પ થાય છે.

ઋષિ પુજન અને વેદપૂજન કરવામાં આવે છે. વેદનો અર્થ થાય છે સદજ્ઞાન ઋષિ એટલે એવા લોકો કે જેઓ સદજ્ઞાનને સતકાર્યમાં પરિણીત કરે છે.  સાહસિકતપચર્યા કરે છે. દુઃખદાયક જીવન રીતી અપનાવે છે.

યજ્ઞો પવિત બદલવી અને શિખા સિંચન કરવું એ સંસ્કાર છે જીવનમાં પ્રકાશ સ્તંભરૂપી શિખા અને યજ્ઞોપવિત ધારણ કરવામાં કયાંક ક્ષતિ વિસ્મૃતિ તો નહી થઇ તેનું નિરીક્ષણ અને વિશ્લેષણ આ યજ્ઞોપવિત બદલવાના સંસ્કાર દ્વારા કરવામાં આવે છે

ભારતીય ધર્મના બે પ્રતિક સમા એક જ્ઞાન ધ્વજ-શિખા (ચોટલી) જે મસ્તકરૂપી કિલ્લા પર ફરકાવવામાં આવે છે. બીજુ યજ્ઞો પવિત (જનોઇ) કર્તવ્ય મર્યાદા જેમાં માનવીને આગળ અને પાછળ છે. બાંધી દેવામાં આવ્યો છે.

શ્રાવણી પર્વ બ્રાહ્મણના ઋષિત્વના વિકાસનો તહેવાર છે સૃષ્ટિના સર્જનમાં બે તત્વો જોડાયા જ્ઞાન અને કર્મ આ બંનેના સંમિશ્રણથી સુક્ષ્મ ચેતના સંકલ્પ શકિત સ્થુળ વૈભવમાં પરિણીત થઇ હતી. અને સંસારનું વિશાળ કલેવર રચાઇ ગયું જેમાં રિદ્ધિઓનો આનંદ ઉલ્લાસ ભરાઇ ગયો.

સદજ્ઞાન અને સત્કર્મની મર્યાદાઓનું કયાંય ખંડન-ઉલ્લંઘન થયું હોય તો તેના પ્રાયશ્ચિત માટે તથા ઉચ્ચ આદર્શવાદી જીવન વધારે તેજસ્વી બનાવવા માટે આ શ્રાવણી પર્વ પર આત્મ-સંકલ્પ લેવાનો તથા પરમાત્મા અનુદાનોનો ભોગ કરવા માટેનું આ વિદ્યાન આ પર્વ પર બતાવવામાં આવ્યું છે.

જીવનના અમુક દિવસો સમય સ્વતંત્ર પસંદગીના રૂપમાં મળે છે તે વર્તમાનનો સદ્દઉપયોગ  કરી ભવિષ્યની સુખદ તૈયારી જે કરી લે છે તે જીવનમાં સુખપૂર્વક રહે છે. માટે મુકિત આત્મ સાક્ષાત્કાર માટે કંઇક કરો મોજમસ્તી, ફેશન, વ્યસન, કુટેવો છોડો અને આત્મશકિતથી સદ્દજીવન ભણી આગળ વધો...

જયારે રણમેદાનમાં દુશ્મના દાંત ખાટા કરવા માટે અભિમન્યુ લડાઇમાં ઉતર્યો ત્યારે દાદીમાં કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી અને તેનું ગીત હતું ''કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે..! દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે..!  કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.''

ગુજરાતી ભાષામાં ભાઇ બહેનના પ્રેમના અનેક ગીતો છે જેમ કે,

કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી...!

રક્ષાબંધન સ્નેહના આ બંધન સાથે કંઇ કેટલીય પૌરાણીક, ઐતિહાસિક આધુનિક કથાઓ વણાયેલી છે કેટલીય વાર બન્યુ હશે કે યુદ્ધમાં જઇ રહેલા ભાઇના રક્ષણ માટે બહેને એક રાખડીના તાંતણે જીવનભરના પૂણ્યનું ભાથું મુકીને ભગવાનને રીઝવ્યા હોય..? કેટલીય વખત એવું બન્યું હશે, કે બહેનની રાખડી યાદ આવી જતા ભાઇએ તેના સુહાગનુ રક્ષણ કરીને નવજીવન બક્ષ્યું હશે.

ભાઇ બહેનના નિર્દોષ સ્નેહબંધન પ્રેમને વ્યકત કરતો આ તહેવાર સદીઓથી ઉજવાતો આવે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:19 am IST)
  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • જો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST