Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

સાથી હાથ બઢાના

અનિડા ભાલોડીના દીપક પરમારને બ્રેઇન હેમરેજ : આર્થીક મદદની જરૂર નવ વર્ષ પહેલા મોટો પુત્ર ગુમાવનાર શૈલેષભાઇ પર ફરી ચિંતાના વાદળ

રાજકોટ તા. ૨૭ : ગોંડલ તાલુકાના અનિડા ભાલોડીના યુવાન દીપક પરમારને અકસ્માત નડતા ગંભીર ઇજાઓ સાથે રાજકોટ વોકહાર્ડ હોસ્પિટલમાં દાખલ થયેલ છે. હેમરેજની અસરના કારણે જીવન મરણ વચ્ચે જોલા ખાતા દીપકને આગળની સારવાર માટે રૂ. ર,૩૦,૦૦૦ થી ર,૪૦,૦૦૦ જેટલો ખર્ચ થાય તેમ હોવાનું તબીબોએ જણાવેલ છે. મજુરી કામ કરી ઘર પરીવારનું ગુજરાત ચલાવતા દીપકના પિતા શૈલેષભાઇ આટલો મોટો ખર્ચ વહન કરી શકે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો, દાતાઓએ આગળ આવવા અપીલ કરી છે. દીપક શૈલેષભાઇ પરમારના નામે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ગુંદાળા શાખામાં તેઓ બચત ખાતુ ધરાવે છે. જેના ખાતા નં. ૭૮૦૧૩૩૦૪૫૮-૫ છે. આઇએફસી કોડ SBINORRSRGB  છે.  વધુ માહીતી માટે તેમના વોકહાર્ડ હોસ્પિટલ ખાતે અથવા તેમના નિવાસ સ્થાન ગામ અનિડા ભાલોડી, તા. ગોંડલ, જિ. રાજકોટ ખાતે રૂબરૂ અથવા શૈલેષભાઇ પરમાર મો.૯૫૩૭૩ ૯૭૫૦૪ નો સંપર્ક કરી શકાય છે.

 

 

(11:30 am IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • જો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST