Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2016


સાથી હાથ બઢાના

અશોકભાઇ રાઘુરાને સારવાર માટે રૂ. ૯૦,૦૦૦ ની જરૂર

 રાજકોટ તા. ૩ : સોડાની લારી ચલાવી પતિ-પત્નિનું ગુજરાત ચલાવતા લોહાણા જ્ઞાતિના અશોકભાઇ પોપટભાઇ રાઘુરા (ઉ.વ.૪૫) છેલ્લા આઠેક માસથી મોઢામાં થયેલ ગંભીર પ્રકારની ગાંઠથી હેરાન પરેશાન થઇ ગયા છે. આઠેક માસથી આ ગાંઠનું દર્દ પીડા આપી રહ્યુ છે. તેઓએ પહેલા નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ અને બાદમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ડો. જેતાણીને બતાવતા અમુક ડોઝ અને ઓપરેશનની સારવાર કરાવવી પડે તેમ હોવાનું જણાવાયુ છે. આ માટે રૂ. ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ નો ખર્ચ થાય તેમ હોવાનો તબીબી અભિપ્રાય અપાયો છે. તાણી તુસીને જીવન નિર્વાહ કરતા અશોકભાઇ રાઘુરા પાસે આટલી મોટી રકમની વ્યવસ્થા થઇ શકે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓ પાસે મદદનો હાથ લંબાવ્યો છે. તેઓ એસ.બી.આઇ. (જવાહરરોડ)  શાખામાં બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં. ૩૩૪૭૫૯૭૫૪૮૩ છે. સીઆઇએફ નં. ૮૭૦૬૬૪૩૧૫૫૯ છે. વધુ માહીતી માટે તેમના નિવાસસ્થાન ઘંટેશ્વર, ચીથરીયા પીરની દરગાહની પાછળ, હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૧૧૧ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૯૫૫૮૭ ૬૯૬૩૬ ઉપર સંપર્ક કરી શકાય છે. (૧૬.૬)

 

(4:07 pm IST)