Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2017


ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે...વિકસિત હોવુ

 

વૃધ્ધ થવું કોઇ કિંમતી નથી, પ્રત્યેક જાનવર પણ વૃધ્ધ થાય છ, એના માટે કોઇ બુધ્ધિની આવશ્યકતા નથી વિકસિત થવું, જમીનની સમાતંર  ચાલવા જેવું (હારિજેન્ટલ) અને વિકસિત થવું, ઉભેલી સીધી લાઇનમાં આગળ વધવું છે (વર્ટિકલ) એતમને ઉંચાઇઓ અને ઉંડાણમાં લઇ જાય છે, અને એ બહુ આશ્ચર્યજનક છે. તમને પણ જાણીને નવાઇ લાગશે કે સમય, જમીનની સમાંતર (હોરિજેન્ટલ) છે એક ક્ષણ ક્ષય થાય છે, બીજી આવે છે...એક સીધી સમાંતર રેખામાં સમય હોરિજેન્ટલ છે અને બુધ્ધિ પણ હોરિજેન્ટલ છે એક વિચારની પાછળ બીજો વિચાર આવે છે, બીજા પછી ત્રીજો અને વિચાર આવી રીતે આવતા જ રહે છે, એક રેખામાં, એક કતારમાં, એક સરઘસની જેમ કે બરાબર એક વાહનની જેમ-પરંતુ એની ગતિ હોરિજેન્ટલ છે.

ધ્યાનની ગતિ વર્ટિકલ છે, ઉભી સીધી રેખાની જેમ એ બુધ્ધિની પાર અને સમયની પાર ગતિશીલ છે અને કદાચ અંતમાં તમે જાણશો કે સમય અને બુધ્ધિ બંને જ બરાબર છે, એક જ ચીજના બે નામ છે વિચારોના, ક્ષણોના સમાંતર રેખામાં ચાલતુ સરઘસ છે ધ્યાન છે સમય અને મન (બુધ્ધિ) બંનેનું રોકાઇ જાવુ, અને ત્યારે અચાનક તમે શાશ્વતતામાં જાગવાનું શરૂ કરી દેશો શાશ્વતતા સમયનો ભાગ નથી અને શાશ્વતતા કોઇ વિચાર પણ નથી, એ એક અનુભવ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(9:37 am IST)