Gujarati News

Gujarati News

News of Wednesday, 9th August 2017

શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

તાંડવ નૃત્ય તો રાક્ષસોને ભય પમાડવા અને સૃષ્ટિના રક્ષણ માટે

સર્વ સૃષ્ટિના મહાન રાજા-મહાદેવ

શિવજીનું તાંડવ નૃત્ય, ત્રિલોકીનાથનું તાંડવ, જેનાથી ધરતી ધ્રુજી ઉઠી બ્રહ્માંડ ખળભળી ઉઠયું. પાતાળ ઉછળી ઉઠયું અને આકાશ પણ હળબલી ગયું.

સમગ્ર સૃષ્ટિને વિહવળ બનાવવા માટે પ્રભુ ભોળાનાથનું એકલું માત્ર તાંડવ જ પુરતું હતું.અને તેમાં ભીલ નર્તકીનું માંડવ નૃત્ય, ત્રિનેત્રેશ્વરનો પાનો ચડાવાનું હતું.

ત્યારે વન વૃક્ષો, પશું પક્ષીઓ, અને સૌ કોઇ બાવરા બની ચિત્કાર કરવા લાગ્યા દેવતાઓ પણ દ્રવી ઉઠયા તેઓએ પ્રભુને મનાવવા માટે પ્રાર્થના ઉપાસના શરૂ કરી...!

ભોળાનાથ પણ એક અદ્દભૂત દ્રશ્ય નિહાળતા હતા નૃત્ય કરતી ભીલ નર્તકી થોડીવારમાં પાર્વતીજી લાગતા હતા અને માયારૂપ માતા પાર્વતીજીજ માંડવ, નૃત્ય કરી રહ્યા હોય એમ લાગતુ હતું તો થોડીવારમાં ભીલ નર્તકી દેખાતી.

ત્રિલોકનાથ તો અકળાયા તેઓ તો પાર્વતીજીને શોધવા નીકળ્યા હતા...અને પછી પાર્વતી પાર્વતી બોલીને તેને પોકારવા લાગ્યા. અનેત્યારે માંડવ નૃત્ય ધીરેધીરે થમતું ગયું અને બંધ થયું.

એ સમયે એ ભીલ નર્તકી હુબહુ પાર્વતીજી બની રહ્યા ....!!

તાંડવ નૃત્ય કરતા મહાકાલ ભોળાનાથને તેમનુ નૃત્ય પુરૂ કરતા થોડીવાર લાગી પરંતુ માતા પાર્વતીજીને જોઇએ તેઓ પુલકિત થઇ ગયા અને સાથોસાથ આશ્ચર્ય પણ વ્યકત કયુંર્....કયાં ભીલ નર્તકી અને કયા પાર્વતી...!! અરે પાર્વતી ઉમા તમે જ ભીલ નર્તકી તેઓ બોલી ઉઠયા...!

અને ત્યારે પાર્વતીજીએ કહ્યું મને શોધવા માટે કેમ નીકળ્યા ? આપણે એક જ છીએ ઉમા-મહેશ શિવ-પાર્વતી...! પરમેશ્વર હંમેશા પાર્વતીજ પહેલા નૃત્ય કરે એજ યોગ્ય છ.ે

તાંડવ નૃત્ય તો આપ જગતનું ભક્ષણ કરવા ઇચ્છતા રાક્ષસને ભય પમાડવા માટે અને જગતનું રક્ષણ કરવા માટેક રો છો.

પ્રભુતા ઘણી કપરી હોય છે કોઇ સાધારણ રાજા પોતાના દેશનું રક્ષણ કરવા સૈન્ય લઇને નીકળેછે ત્યારે પોતાના દેશની પ્રજાને કેટલો બધો ત્રાસ સહન કરવો પડે છે.તો પછી આ. તો.સર્વસૃષ્ટિના મહાન રાજા છે. એ પરમકૃપાળુ પરમાત્માની તો વાત જ શી કરવી...?

આવા મહાન પ્રભાવશાળી દેવાધિદેવ મહાદેવને શત્ શત્ વંદન...!

હે મૃત્યુજય કૈલાસેશ્વર સામ્બ સદાશિવ તવ શરણમ્

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:10 am IST)