News of Monday, 29th February 2016


સાથી હાથ બઢાના

વેદ ગોટેચાને બોર્ન મેરોની સારવાર માટે આર્થીક મદદની જરૂર

રાજકોટ તા. ૨૯ : મુળ જુનાગઢના વતની અને હાલ અમદાવાદ ખાનગી સોફટવેર કંપનીમાં નોકરી કરતા રોહીતભાઇ એસ. ગોટેચાના પુત્ર વેદ (ઉ.વ.૧l) (૧૫ માસ) ને થેલેસેમીયા મેજર હોય દર માસે બ્‍લડ ચડાવવાની અતિ ખર્ચાળ સારવારમાંથી પસાર થવુ પડે છે. ત્‍યારે હવે વેલ્લોર તામીલનાડુમાં બોર્ન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સારવાર કરાવવા તૈયારી કરેલ છે. જે માટે રૂ. ૫૦,૦૦,૦૦૦ (પચાસ લાખ) નો ખર્ચ સુચવવામાં આવ્‍યો છે. રૂ. ૯,૦૦,૦૦૦ (નવ લાખ) ની વ્‍યવસ્‍થા તો થઇ ચુકી છે. હજુ રૂ.૪૧,૦૦,૦૦૦ (એકતાલીસ લાખ) ની જરૂર હોય સમાજના સુખી સંપન્‍ન શ્રેષ્‍ઠીઓ, દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. ચિ. વેદના નામે એકસીસ બેંકની અમદાવાદ ચાંદલોડીયા શાખામાં બચત ખાતુ છે. ખાતા નં. ૯૧૫૦૧૦૦૬૦૨૯૦૧૪૪ છે. વધુ માહીતી માટે રોહીતભાઇ ગોટેચાનો એચ-૩૦૯, ગ્રીનસીટી, નિર્ણયનગર, નવા વાડજ, અમદાવાદ (મો.૯૯૨૪૯ ૬૭૨૨૩ અથવા મો.૯૨૭૫૧ ૨૦૭૫૪) ખાતે સંપર્ક કરી શકાય છે.

 

(11:33 am IST)
  • દિલ્હી સરકારે લાગુ કર્યો આનંદ મેરેજ એકટઃ શિખ સમુદાયનું લગ્નનું રજીસ્ટ્રેશન હવે હિન્દુ મેરેજ એકટને બદલે આનંદ મેરેજ એકટ હેઠળ થશેઃ સરકારે વર્ષો જુની માંગણી પુરી કરી access_time 11:45 am IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST