Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

એક વૃત્તિ છે દુઃખને પકડવાની અને બીજી છે સુખને પકડવાની. પરંતુ પકડવાની વૃત્તિ જ અયોગ્ય છે. દુઃખને પકડવા કરતા સુખને પકડવાની વૃત્તિ સારી છે પરંતુ પકડવાની વૃત્તિ વાસ્તવમાં અયોગ્ય છે. ત્રીજી વૃત્તિ છે- કંઇ જ ન પકડવાની ક્ષમતા ! કાંટા હોય તો કાંટા અને ફુલ હોય તો ફુલ. બન્નેનો સ્વીકાર. બન્ને યોગ્ય રાત હોય તો પણ સારૃં અને દિવસ હોય તો પણ સારૂ. ઉદાસી આવે તો પણ ઠીક અને ઉમંગ હોય તો પણ ઠીક. ધીરે ધીરે આ બન્ને વૃત્તિનો સ્વીકાર કરતા કરતા તમે એવી ભાવદશામાં સ્થાયી થતા જશો કે એક દિવસ અચાનક તમે અનુભવશો કે તમે બન્ને વૃત્તિની બહાર નીકળી ગયા. દ્વંદ્વની પાર નીકળી ગયા. નિદ્વંદ્વ થઇ ગયા, નિરંજન થઇ ગયા ! તે દશા છે સાક્ષીની, અવધુતની...હવે તમે દ્વૈતમમા ન રહ્યા-હવે તમારા જીવનમાં એકનો જન્મ થયો. અદ્વૈતનો જન્મ થયો.

પહેલાં દુઃખને છોડો, સુખને પકડો. નરક છોડો, સ્વર્ગને પકડો. પછી સ્વર્ગ પણ છોડો. પહેલા બીમારી છોડો, સ્વસ્થ બનો. પછી સ્વાસ્થ્યને પણ છોડો કારણ કે સ્વાસ્થ્ય પણ બીમારી સાથે જોડાયેલું છે. પછી સ્વાસ્થ્યની ચિંતા ન કરો. બીમારી ગઇ તો હવે સ્વાસ્થ્યની શું ફિકર કરવી ? હવે તમે બન્નેની પાર થઇ જાઓ. પહેલા પાપ છોડો અને પુણ્યને પકડો. પછી પુણ્યને પણ છોડો. આ રીતે પા૫-પુણ્યને પણ છોડો. આ રીતે પાપ-પુણ્યની પાર થઇ જાઓ. પહેલાં રાગને છોડો, વિરાગને પકડો. પછી વિરાગને પણ જવા દો, વીતરાગ થઇ જાઓ. આ ત્રીજી અવસ્થા લક્ષ્ય છે-ત્યાં જ પરમ શાંતિ છે, પરમ આનંદ છે.

દુઃખમાં એક પ્રકારનું સુખ છે. દુઃખ અહંકારનું ભોજન. આનંદની અવસ્થામાં અહંકાર વિલીન થઇ જાય છ.ે અને દુઃખની અવસ્થામાં અહંકાર ખુબ સઘન થઇ જાય છ.ે

લોકોએ દુઃખને કારણ વગર થોડુ પસંદ કર્યું છે. ? ખૂબ વિચારપૂર્વક સમજદારીપૂર્વક પસંદ કર્યું છે. લોકો દુઃખી એટલા માટે છે કે દુઃખમાં જ અહંકાર શેષ રહે છે. 'હું કંઇક છું'-તે ભાવ દુઃખમાં જ રહે છ.ે જેવી સુખની લહેરખી આવે કે તમે તેમાં વહી જાઓ છો; અહંકાર બચતો નથી. માટે જ લોકો સુખની આનંદથી વાતો કરેછે પરંતુ સુખી થવા ઇચ્છતા નથી. ડરે છે જો આનંદિત થાય તો આ જે અહંભાવ છે તે ન બચે. માટે જ બધાં સંતોએ કહ્યું છે કે જો આનંદ પ્રાપ્ત કરવો હોય તો અહંને છોડો.

અહંને છોડો તો આનંદ સંભવશેઃ આનંદિત થઇ જશો તો અહં વિલીન થઇ જશે. બન્ને એક જ સિકકાની બે બાજુ છે.

પરંતુ તમે દુઃખને ખૂબ સાચવીને રાખો છો જાણે તે કોઇ સંપત્તિ હોય.

ભૂતકાળના ખંડેરમાં રહેવાની જરૂર નથી. નવા ઘર બનાવો, વર્તમાન કાળમાં રહો. વર્તમાનમાં રહેશો તો તમારા માટે ભવિષ્યના દ્વાર ખુલશે. ભુતકાળમાં રહેશો. તો કબરમાં રહેશો; ત્યાંથી કોઇ દ્વાર નહિ ખુલે.

તમે પુછો છો-હું મારા ભુતકાળને શા માટે ભુલી નથી શકતો ? કારણ કે તમે હજુ સુધી વર્તમાનમાં જીવવાની કલા નથી શીખ્યા. કારણ કે તમારામાં હજુ અજ્ઞાતમાં જીવવાની હિંમત નથી. ભુતકાળમાં એક સુરક્ષા છે. બધું સ્વચ્છ છે. કારણ કે બધું થઇ ગયું છે જયારે ભવિષ્ય તો તદ્દન અરાજક છે. હજું કશું બન્યુ નથી. બની શકે છ.ેપરંતુ હજુ બન્યંુ નથી.

આવતી કાલ તદ્દન અરાજક છે. કોરૃં કેનવાસ છે. ચિત્ર તમારે બનાવવાનું છે. તમે જેવું ઇચ્છશો તેવું ચિત્ર બનશે. નરક બનાવવા માગશો તો નરક; અને સ્વર્ગ બનાવવા માગશો તો સ્વર્ગ!

સંસારની વ્યર્થ વાતોમાં સમય ન વેડફો; ઉર્જા ન વેડફો, કારણ કે તે જ ઉર્જા પરમાત્માની ર્મિાત્રી છે. મોક્ષની પણ નિર્માત્રી છે. આ ઉર્જા અત્યંત મુલ્યવાન છે. તેન કચરાઘરમાં ન વેડફો.

માટે વર્તમાન કાળમાં જીવતા શીખો, ભષ્યિકાળ પર દૃષ્ટિ રાખો, દૃષ્ટિ આગળ રહે, પાછળ નહી. જેબની ગયું છે જે ભુતકાળ છે. તે તો ધુળ જેવો છે. આ ઉડતી ધુળ પર કયાં સુધી તમે તમારી મીટ માંડી રાખશો? તમારી દૃષ્ટિને ફેરવો અને આ કામ બળજબરીથી થઇ શકે. તેમ સમજશો તો જ થશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:51 am IST)